ભરૂચ: અંકલેશ્વરમાં સ્પીડફોર્સ મલ્ટિબ્રાન્ડ ટુ વ્હીલર સર્વિસ સેન્ટરનો આરંભ,ઇલેક્ટ્રીક વાહન માટે ચાર્જિંગ સ્ટેશન પણ શરૂ થશે

સ્પીડફોર્સ એક મલ્ટિબ્રાન્ડ ટુ વ્હીલર સર્વિસ સેન્ટર પુરી પાડતી કંપની છે જે 2011 માં 3 લોકો દ્વારા 1 વર્કશોપ સાથે શરૂ કરવામાં આવી હતી

Update: 2021-10-19 11:37 GMT

સ્પીડફોર્સ એક મલ્ટિબ્રાન્ડ ટુ વ્હીલર સર્વિસ સેન્ટર પુરી પાડતી કંપની છે જે 2011 માં 3 લોકો દ્વારા 1 વર્કશોપ સાથે શરૂ કરવામાં આવી હતી, જે 26 થી વધુ રાજ્યોમાં 100+ શહેરોને આવરી લે છે અને 154 આઉટલેટ્સમાંથી ગ્રાહકોને સેવાઓ પૂરી પાડે છે સ્પીડફોર્સ ભારતની એકમાત્ર આંતરરાષ્ટ્રીય અને નંબર 1 કંપની છે જે પીક અપ એન્ડ ડ્રોપ, ઓન રોડ બ્રેકડાઉન સપોર્ટ, એક્સીડેન્ટલ સપોર્ટ સેવાઓ મોબાઇલ એપ અને વર્લ્ડ ક્લાસ સોફ્ટવેર મારફતે સંપૂર્ણ રોબસ્ટ ડિજિટલ વર્કશોપ મારફતે ગ્રાહકોને સેવાઓ પૂરી પાડે છે.ટીમ સ્પીડફોર્સ તરફથી દિપેનભાઈ જણાવાયું હતું કે, આ અંકલેશ્વરમાં અમારું પહેલું અને કુલ 155 મુ આઉટલેટ છે. જે ગોલ્ડન પોઇન્ટ રોડ, કમલમ પાર્ટી પ્લોટ પાસે આવેલ છે. આગામી સમયમાં વધુ 8 આઉટલેટ્સ ખોલી રહ્યા છીએ. ફૂલ ટુ વ્હીલર સર્વિસ સોલ્યુશન્સ સાથે EV ચાર્જિંગ સ્ટેશનો પણ ઉપલબ્ધ કરાશે.

Tags:    

Similar News