શું હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે પણ ભરવા પડશે પૈસા? જાણો શું છે મેટા કંપનીનો આગળનો પ્લાન.....

આ પ્લાન હેઠળ લોકો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જાહેરાતો જોઈ શકશે નહીં. એટલે કે, એક રીતે તમે તેને એડ ફ્રી સબસ્ક્રિપ્શન પ્લાન પણ કહી શકો

Update: 2023-10-06 07:15 GMT

જી હા, તમે જે સાંભડયું છે તે એકદમ સાચું છે. મેટા કંપની ટૂંક જ સમયમાં facebook અને instagram ચલાવતા લોકો પાસેથી માસિક ચાર્જ વસૂલ કરશે. યુરોપીયન યુઝર્શે દર મહિને મેટાને $14 એટલે કે અંદાજે રૂ. 1,665 ચૂકવવા પડશે. કંપનીએ EU માટે નવો પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન હેઠળ લોકો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જાહેરાતો જોઈ શકશે નહીં. એટલે કે, એક રીતે તમે તેને એડ ફ્રી સબસ્ક્રિપ્શન પ્લાન પણ કહી શકો છો.

એક રિપોર્ટ અનુસાર, કંપનીએ નવી યોજના આયર્લેન્ડ અને બ્રસેલ્સમાં ડિજિટલ સ્પર્ધા નિયમનકારો તેમજ યુરોપિયન યુનિયનમાં ગોપનીયતા નિયમનકારો સાથે શેર કરી છે. આ રિપોર્ટ અનુસાર Meta ડેસ્કટોપ પર Facebook અથવા Instagramના માસિક સબ્સ્ક્રિપ્શન માટે યુરોપિયન વપરાશકર્તાઓ પાસેથી લગભગ 10 યુરો અથવા $10.46 ચાર્જ કરવાની યોજના ધરાવે છે, જેમાં દરેક વધારાના એકાઉન્ટ માટે લગભગ 6 યુરો ઉમેરવામાં આવે છે.

એટલે કે વધારાના ખાતા માટે અલગથી ચાર્જ લાગશે. મોબાઇલ ઉપકરણો માટે સબ્સ્ક્રિપ્શન્સનો ખર્ચ દર મહિને લગભગ 13 યુરો હોવાનું કહેવાય છે કારણ કે મેટામાં એપલ અને ગૂગલના એપ સ્ટોર્સ દ્વારા ઇન-એપ પેમેન્ટ્સ પર લેવામાં આવતા કમિશનનો સમાવેશ થશે.

Tags:    

Similar News