દેશમાં સસ્તામાં મળશે ઇલેક્ટ્રીક વાહનો,મોદી સરકાર લેશે મોટા પગલા

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રિક અને પેટ્રોલ વાહનોની કિંમત એક થઈ જશે.

Update: 2021-11-25 12:32 GMT

દેશભરમાં નવી ઈલેક્ટ્રિક કાર અને સ્કૂટર સતત લોન્ચ થઈ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે લોકો હવે ઈલેક્ટ્રીક વાહનો ખરીદવામાં ભારે રસ દાખવી રહ્યા છે. પરંતુ હાલ ઘણા લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદવાનું ટાળી રહ્યા છે કારણ કે તેની કિંમત વધારે છે. પરંતુ હવે આવા લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આગામી બે વર્ષમાં ઈલેક્ટ્રિક અને પેટ્રોલ વાહનોની કિંમત એક થઈ જશે. ગડકરી કહે છે કે ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં ક્રાંતિ આવવાની છે. ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ અને FY21 AGMના વાર્ષિક સત્રને સંબોધતા ગડકરીએ જણાવ્યું હતું કે, "બે વર્ષમાં, ઇલેક્ટ્રિક વાહનોની કિંમત એવા સ્તરે આવી જશે જે તેમના પેટ્રોલ વેરિઅન્ટની સમકક્ષ હશે." સુવિધાઓને વિસ્તૃત કરવા માટે કામ કરી રહ્યા છીએ.

ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, "અમે 2023 સુધીમાં મુખ્ય હાઈવે પર 600 EV ચાર્જિંગ પોઈન્ટ સ્થાપી રહ્યા છીએ. સરકાર એ પણ સુનિશ્ચિત કરવા માંગે છે કે ચાર્જિંગ સ્ટેશનો સૌર અથવા પવન ઉર્જા જેવા નવીનીકરણીય સ્ત્રોતો દ્વારા સંચાલિત હોય. ગડકરી એવું પણ માને છે કે પ્રતિ કિલોમીટર સસ્તા હોવાને કારણે ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનું ઘણું વેચાણ થશે. ગડકરીએ કહ્યું, "પેટ્રોલથી ચાલતી કારની કિંમત પ્રતિ કિલોમીટર રૂ. 10, ડીઝલની કિંમત રૂ. 7 પ્રતિ કિલોમીટર અને વીજળીનો ખર્ચ પ્રતિ કિલોમીટર માત્ર રૂ. 1 છે." ઇથેનોલ અને સીએનજી જેવા વૈકલ્પિક ઇંધણના ઉપયોગ પર પણ મંત્રીએ ભાર મૂક્યો.

Tags:    

Similar News