ટેલર સ્વિફ્ટથી લઈને જો બિડેન બન્યા ડીપફેકનો શિકાર, તેનાથી બચવા અપનાવો આ રીતો..!

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની ભૂમિકા આપણા જીવનમાં ઝડપથી વિસ્તરી રહી છે. આ ટેક્નોલોજીના કારણે ઘણા કાર્યો સરળ બની રહ્યા છે,

Update: 2024-01-30 11:05 GMT

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની ભૂમિકા આપણા જીવનમાં ઝડપથી વિસ્તરી રહી છે. આ ટેક્નોલોજીના કારણે ઘણા કાર્યો સરળ બની રહ્યા છે, ત્યારે આપણે અનેક ગેરફાયદાનો પણ સામનો કરી રહ્યા છીએ. આ દિવસોમાં, લોકો ડીપફેકને કારણે ખૂબ પ્રભાવિત થઈ રહ્યા છે.

જેનો ફાયદો ઉઠાવીને અનેક હાઈપ્રોફાઈલ લોકોના ચહેરાનો ઉપયોગ કરીને ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. આ ખતરનાક ટેક્નિકથી બચવા માટે અમે અહીં કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ.

અનેક સેલિબ્રિટીઓ તેનો શિકાર બની છે

ડીપફેકનો ઘણો દુરુપયોગ થઈ રહ્યો છે. ટેલર સ્વિફ્ટથી લઈને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન તેનો શિકાર બન્યા છે. તે જ સમયે, ભારતમાં પણ આના કારણે ઘણી હસ્તીઓ પ્રભાવિત થઈ છે. અભિનેત્રી રશ્મિકા મંદન્ના અને પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર તેનો શિકાર બન્યા છે. તેનાથી બચવા માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે.

ભૂલથી પણ આ ભૂલ ન કરો

અંગત માહિતી શેર ન કરો - સામાન્ય રીતે એવું બને છે કે મોટાભાગના વપરાશકર્તાઓ તેમની અંગત માહિતી ગમે ત્યાં શેર કરે છે અને તેના કારણે ઘણી વખત તેમને નુકસાન સહન કરવું પડે છે. તેથી, તમારી અંગત માહિતી જેમ કે મોબાઈલ નંબર, ઈમેઈલ અથવા અન્ય કોઈ પણ જગ્યાએ બિલકુલ શેર કરશો નહીં.

ગોપનીયતા સેટિંગ્સને મજબૂત રાખો - તમે કોઈપણ ઉપકરણનો ઉપયોગ કરો છો, ગોપનીયતાને મજબૂત કરવા માટે કેટલીક સેટિંગ્સ પ્રદાન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં યુઝર્સે તેમની કોઈપણ એપ અથવા સોફ્ટવેરને સુરક્ષિત રાખવી જોઈએ.

સાવધ રહેવું જરૂરી છે- AIનો દુરુપયોગ ટાળવા માટે, આ ટેક્નોલોજી સંબંધિત પ્રશ્નો વિશે તમે અપડેટ રહો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વાભાવિક છે કે આપણે કોઈ પણ બાબતમાં નિષ્ણાત ન બની શકીએ પરંતુ આપણે ટેક્નોલોજીને લગતા ફાયદા અને ગેરફાયદાથી વાકેફ હોવા જોઈએ.

ડીપફેક કેવી રીતે ઓળખવું

ડીપફેકને ઓળખવા માટે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

વીડિયો કૉલમાં સાવચેત રહો - સ્કેમર્સ લોકોને તેમના સંબંધીઓ અથવા પરિચિત હોવાનો ઢોંગ કરીને કૉલ કરે છે અને આશ્ચર્યજનક રીતે, AIને કારણે, તેઓ સમાન ચહેરો પણ બનાવે છે. જેના કારણે ઘણા લોકો મુંઝવણમાં મુકાય છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમને તેના વિશે શંકા હોય, તો સામેની વ્યક્તિની હિલચાલ પર નજર રાખો.

વૉઇસ ક્લોનિંગ- આજકાલ વૉઇસ ક્લોનિંગની પણ ખૂબ ચર્ચા થાય છે, જેમાં તમારા પરિચિતના અવાજમાં કૉલ કરવામાં આવે છે અને પૈસાની માગણી કરવામાં આવે છે. ઘણા લોકો પણ આ જાળમાં ફસાઈ જાય છે.

Tags:    

Similar News