આ મોબાઈલ યુઝર્સ 24 ઓક્ટોબરથી WhatsApp ચલાવી શકશે નહીં, વાંચો અહી.!

દર વર્ષે, WhatsApp કેટલાક ઉપકરણોમાં તેનું સમર્થન બંધ કરે છે. આ વર્ષે પણ કંઈક આવું જ થવાનું છે. અહેવાલ છે કે WhatsApp કેટલાક જૂના iPhones માટે તેનું સમર્થન બંધ કરી રહ્યું છે.

Update: 2022-09-02 08:37 GMT

દર વર્ષે, WhatsApp કેટલાક ઉપકરણોમાં તેનું સમર્થન બંધ કરે છે. આ વર્ષે પણ કંઈક આવું જ થવાનું છે. અહેવાલ છે કે WhatsApp કેટલાક જૂના iPhones માટે તેનું સમર્થન બંધ કરી રહ્યું છે.આ જાણકારી ખુદ Apple દ્વારા આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે iOS 10 અને iOS 11 પર ચાલતા iPhones માટે WhatsApp સપોર્ટ સમાપ્ત થઈ રહ્યું છે. જેની શરૂઆત 24મી ઓક્ટોબરથી થઈ રહી છે. WhatsAppની ફીચર્સ ટ્રેકિંગ સાઈટ WABetaInfoએ પણ આ અપડેટ વિશે જાણકારી આપી છે.

રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે WhatsAppએ જૂના iPhone યુઝર્સને આ અપડેટ વિશે એલર્ટ મોકલવાનું શરૂ કરી દીધું છે. એલર્ટમાં યુઝર્સને કહેવામાં આવી રહ્યું છે કે iOS 10 અને iOS 11 વર્ઝન ધરાવતા યુઝર્સ 24 ઓક્ટોબર પછી WhatsAppનો ઉપયોગ કરી શકશે નહીં.

આવી સ્થિતિમાં યુઝર્સ પાસે એક જ વિકલ્પ હોય છે અને તે છે તેમના iPhoneને અપડેટ કરવાનો રહેશે. થોડા દિવસો પહેલા વોટ્સએપે હેલ્પ સેન્ટર પેજ પર પણ આ સંબંધમાં માહિતી અપડેટ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે iPhone પર WhatsAppનો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછું iOS 12 અથવા તે પછીના વર્ઝનની જરૂર પડશે. આ સિવાય એન્ડ્રોઇડ યૂઝર્સ માટે એક એલર્ટ પણ છે કે જે એન્ડ્રોઇડ ફોનમાં એન્ડ્રોઇડ 4.1 કે તેનાથી જૂનું વર્ઝન છે તે વોટ્સએપનો ઉપયોગ કરી શકશે નહીં.

Tags:    

Similar News