કોરોના સામે લડવા માટે CISFએ ગૃહપ્રધાન અમિત શાહને એક દિવસનો પગાર દાનમાં આપ્યો

Update: 2020-05-05 08:11 GMT

કોરોના સામે આખુય વિશ્વ લડી રહ્યું છે, ત્યારે ભારતમાં આ લડાઈમાં સહભાગી થવા અનેક લોકો અનેક રૂપે મદદ પહોંચાડી રહ્યા છે ત્યારે ગઇકાલે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ પીએમ કેર ફંડમાં એક દિવસનો પગાર કોરોના વાયરસ સામે લડવા માટે દાનમાં આપ્યો હતો. CISFના ડાયરેક્ટર જનરલ રાજેશ રંજને ગઈકાલે ગૃહ પ્રધાન અમિત શાહને 16 કરોડ 23 લાખ 82 હજાર ત્રણસો સત્તાવન રૂપિયા (16,23,82,357) નો ચેક આપ્યો હતો.

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી નવીનતમ માહિતી અનુસાર ભારતમાં કોરોના વાયરસ (COVID-19) ના 46,433 કેસ નોંધાયા છે. તેમાંથી 32,138 દર્દીઓ સારવાર હેઠળ છે. 12,726 લોકો સ્વસ્થ થયા છે અને 1568 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3900 કેસ નોંધાયા છે અને 195 લોકોનાં મોત નીપજ્યાં છે.

Tags:    

Similar News