કરાચીમાં ઈન્ડિગો પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, ફ્લાઇટ શારજાહથી હૈદરાબાદ જઈ રહી હતી

ઈન્ડિગોના વિમાને પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટ શારજાહથી હૈદરાબાદ જઈ રહી હતી.

Update: 2022-07-17 03:51 GMT

ઈન્ડિગોના વિમાને પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટ શારજાહથી હૈદરાબાદ જઈ રહી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ટેકનિકલ ખામીના કારણે ફ્લાઈટને લેન્ડ કરવામાં આવી છે. ટેક્નિકલ ખામીની જાણકારી મળ્યા બાદ ક્રૂ મેમ્બરોએ એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુસાફરોને અન્ય વિમાન દ્વારા હૈદરાબાદ લાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે બે અઠવાડિયામાં કરાચીમાં ભારતીય વિમાનનું આ બીજું ઈમરજન્સી લેન્ડિંગ છે.

ઈન્ડિગો એરલાઈન્સે જણાવ્યું કે શારજાહ-હૈદરાબાદ ફ્લાઈટના પાયલટને વિમાનમાં ટેકનિકલ ખામી હોવાની માહિતી મળી હતી. આ પછી સાવચેતીના ભાગરૂપે વિમાનને કરાચી તરફ વાળવામાં આવ્યું હતું. હાલમાં મુસાફરોને હૈદરાબાદ લાવવા માટે કરાચી માટે વધારાની ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે.

Tags:    

Similar News