ઉનાળાના વેકેશન દરમિયાન તમે ફરવા જવાનું વિચારી રહ્યા છો,તો ભારતના આ 5 સુંદર સ્થળોની મુલાકાત અવશ્ય લો …

ઉનાળાની શરૂઆત અને સાથે સાથે પરીક્ષાઓ અને તહેવારોની આ સિઝનમાં ભાગદોડવરુ જીવન અને કામની વ્યસતાથી દૂર,મોટાભાગના લોકો વેકેશનમાં એવી જગ્યાએ જવાનું પસંદ કરે

Update: 2023-04-03 11:07 GMT

ઉનાળાની શરૂઆત અને સાથે સાથે પરીક્ષાઓ અને તહેવારોની આ સિઝનમાં ભાગદોડવરુ જીવન અને કામની વ્યસતાથી દૂર,મોટાભાગના લોકો વેકેશનમાં એવી જગ્યાએ જવાનું પસંદ કરે છે. જ્યાં તેમને માત્ર શાંતિ જ નથી મળતી, પરંતુ તેઓ આરામથી થોડી ક્ષણો પણ વિતાવી શકે છે. જો તમે પણ આ ઉનાળાની ઋતુમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો,તો ભારતના કેટલાક એવા સ્થળો કે વેકેશનનો આનંદ મણિ શકાય.

ઊટી :-


ઉટી નીલગીરીની પહાડીઓમાં આવેલું એક ખૂબ જ સુંદર શહેર છે. દક્ષિણ ભારતનું આ શહેર દેશ અને દુનિયામાં તેની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. દર વર્ષે ઘણા પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. જો તમે તમારી રજાઓ કુદરતી સૌંદર્ય સાથે પસાર કરવા માંગો છો, તો તમે ઊટીની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો.

આસામ :-


આસામ, ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં સ્થિત છે, અહીં એક ખૂબ જ સુંદર ઑફ-બીટ ડેસ્ટિનેશન છે. આ રાજ્ય હંમેશા પોતાની સુંદરતાથી લોકોને આકર્ષે છે. જો તમે તમારી રજાઓ પહાડો અને દરિયાકિનારા સિવાય અન્ય જગ્યાએ વિતાવવા માંગતા હોવ તો તમે આસામ જઈ શકો છો. અહીંની સુંદરતા અને આધ્યાત્મિક વાતાવરણ તમને શાંતિ આપશે. આ સાથે, તમે અહીં ઘણા વન્યજીવ અભયારણ્યની પણ મુલાકાત લઈ શકો છો.

ગોવા :-


જો તમે મિત્રો સાથે ફરવાનું પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યા છો, તો ગોવા એક પરફેક્ટ ડેસ્ટિનેશન સાબિત થશે. આ શહેર વિશ્વભરના યુવાનોમાં ખૂબ પ્રખ્યાત છે. ઉનાળામાં, તમે દરિયા કિનારે પરફેક્ટ વેકેશનનો આનંદ માણી શકો છો. બીચની સાથે સાથે તમે અહીં કોન્સર્ટની મજા પણ માણી શકો છો.

કાશ્મીર :-


ધરતી પરનું સ્વર્ગ કહેવાતું કાશ્મીર હંમેશાથી લોકોમાં ખૂબ જ લોકપ્રિય રહ્યું છે. ઉનાળામાં તમે અહીં પરફેક્ટ વેકેશન ગાળી શકો છો. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ જગ્યા તમારું દિલ જીતી લેશે. તમે અહીં નદીઓ, સુંદર ધોધ, ખીણ, લીલાછમ જંગલ અને શિકારા રાઈડનો આનંદ માણી શકો છો.

કુર્ગ :-


જો તમે રોજબરોજની ધમાલથી દૂર તમારા વેકેશનનો આનંદ માણવા માંગતા હો, તો કુર્ગ એક ઉત્તમ સ્થળ સાબિત થશે. કર્ણાટકના પહાડોની વચ્ચે વસેલું આ શહેર તેની સુંદરતા અને કોફીના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. તમે અહીં એબી ફોલ્સ, બારાપોલ નદી, બ્રહ્મગિરી પીક, ઇરુપ્પુ ધોધ અને નાગરહોલ નેશનલ પાર્ક સહિત ઘણા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

Tags:    

Similar News