રજાઓમાં ફરવા જવાનો પ્લાન હોય તો મળશે કન્ફર્મ ટિકિટ, રેલવે શરૂ કરી આ સ્પેશિયલ ટ્રેન

ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને રેલવેએ કેટલીક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.

Update: 2021-11-21 04:50 GMT

ન્યુ યર અને ક્રિસમસ પર જો ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હો તો સારા સમાચાર છે. રેલવેએ ભીડને ધ્યાનમાં રાખીને કેટલીક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો ફેંસલો કર્યો છે. ઈન્ડિયન રેલવેએ જણાવ્યું કે, આ ટ્રેનો 3 જાન્યુઆરી સુધી સંચાલિત કરી શકાશે. મુસાફરો કાઉન્ટર કે પછી IRCTC Website પરથી ટિકિટ બુક કરી શકે છે.

સેન્ટ્રલ રેલવે દ્વારા ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. રેલવે દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને 20 નવેમ્બર એટલે કે આજથી બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.

ટ્રેન નંબર 01596-મડગાંવ જંકશન-પનવેલ સ્પેશિયલ ટ્રેન મડગાંવ જંકશનથી 21 નવેમ્બર થી 2 જાન્યુઆરી 2022 સુધી સંચાલિત થશે.આ ટ્રેન દર રવિવારે દોડશે. ટ્રેન મડગાંવ જંકશનથી વાગે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 3.15 કલાકે પનવેલ પહોંચશે.

રેલવે દ્વારા જણાવવામાં આવ્યા મુજબ આ ટ્રેન કરમાલી, થિવિમ, સાવંતવાડી રોડ, કુડાલ, સિંધુદુર્ગ, કંકાવલી, વૈભવવાડી રોડ, રાજાપુર રોડ, અદાવલી, રત્નાગિરી, સંગમેશ્વર રોડ, સાવરદા, ચિપલૂન, ખેડ, માનગાંવ અને રોહા સ્ટેશન પર થોભશે.

દરમિયાન રેલવે વિભાગે કહ્યું કે, સફર દરમિયાન રાજ્ય અને કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલી તમામ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું પડશે, મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝેશનનું ધ્યાન રાખવું પડશે. આ ઉપરાંત સરકારની ગાઇડલાઇનને રેલવે સ્ટેશન તથા ટ્રેનમાં ફોલો કરવી જરૂરી છે.

Tags:    

Similar News