ચારધામ યાત્રા માટે RT PCR ફરજીયાત, ઉત્તરાખંડ સરકારનો નિર્ણય

દેશમાં વધતા જતા કોરોનાના કેસને લઇને ચામ ધામની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે નેગેટિવ RT PCR રિપોર્ટ ફરજિયાત કરી દેવાયો છે.

Update: 2022-04-28 07:52 GMT

3 મેથી શરૂ થનારી ચાર ધામની યાત્રા ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં વધતા જતા કોરોનાના કેસને લઇને ચામ ધામની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે નેગેટિવ RT PCR રિપોર્ટ ફરજિયાત કરી દેવાયો છે. નેગેટિવ RT PCR રિપોર્ટ વગર કોઇને પણ પરવાનગી નહીં મળે.

3 મેના રોજ યમુનોત્રી અને ગંગોત્રી ના દરવાજા ખોલી નાખવામાં આવશે અને ત્યારબાદ 6 મેના રોજ કેદારનાથ અને 8 મેના રોજ બદ્રીનાથ ધામના દરવાજા પણ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. ત્યારે હવે દેશમાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવતા ઉત્તરાખંડ સરકાર ફરી એલર્ટ થઇ ગઇ છે. ઉત્તરાખંડ સરકારે ચાર ધામ આવનારાઓ માટે નેગેટિવ RT PCR રિપોર્ટ ફરજિયાત કરી દીધો છે.અત્રે નોંધનીય છે કે, દેશમાં ફરી એક વાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. દરરોજ આંકડામાં વધારો થઈ રહ્યો છે, જે લોકોની ચિંતામાં વધારો કરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,303 નવા કેસ નોંધાયા છે, જે પછી એક્ટિવ કેસની સંખ્યા વધીને 16 હજાર 980 થઈ ગઈ છે.દૈનિક પોઝિટીવીટી રેટ પણ વધીને (0.66%) થયો છે. રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં 2563 નવા દર્દીઓ સાજા પણ થયા છે. જો કુલ આંકડા પર નજર કરીએ તો, કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4 કરોડ 25 લાખ 28 હજાર 126 થઈ ગઈ છે. આ સિવાય મહામારીના કારણે 5 લાખ 23 હજાર 693 લોકોના મોત થયા છે. સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 39 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

Tags:    

Similar News