પ્રેમની
અભિવ્યકતિના દિવસ વેલેન્ટાઇન ડેના દિવસે ગુજરાતી ફીલ્મ સફળતા 0 કીમી રીલીઝ થવા જઇ રહી છે ત્યારે ફીલ્મના
ગીત આંખોની અંદર વેલેન્ટાઇનનું વડોદરામાં લોચિંગ કરવામાં આવ્યું છે. ફીલ્મના
નિર્માતાઓ, કલાકારો અને
ગાયકોએ જણાવ્યું છે કે, આ ગીત
સાંભળીને વેલેન્ટાઇન યુગલો આંખોની અંદરની
રોમેન્ટિક ધુન સાથે પ્રેમની અલૌકિક પળોમાં ભીંજાઇ જશે.
સફળતા 0 કિ.મીએ ન્રુત્ય આધારિત ફિલ્મ છે અને
તેમાં આ એકમાત્ર રોમેન્ટિક ટ્રેક છે. 2020ના
વર્ષમાં પ્રેમની એન્થમ બની જનારા ગીતને વૈભવ દેસાઇએ લખ્યું છે અને તેને કંઠ આપ્યો
છે. લવન ગોને.. ગીતને વિરલ અને લવને સંગીતથી મઢયું છે. વડોદરામાં આ ગીતનો લોચિંગ
સમારંભ યોજવામાં આવ્યો હતો. વડોદરાએ ધર્મેશ યેલાન્ડેનું વતન છે. તેમણે
પોતાના કેરિયર ની શરૂઆત અહીંથી કરી હતી અને નર્તક બનવાનું સ્વપ્ન જોયું હતું.
ધર્મેશ યેલાન્ડેએ ગીતના લોચિંગ પ્રસંગે જણાવ્યું હતું કે, લોકો નો આ
પ્રેમ જોઈને મારું મન પ્રફુલ્લિત થઈ ગયું છે. ફીલ્મ 14મી
ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં આવશે ત્યારે તેને જરૂરથી માણજો. અક્ષયએ જણાવ્યું
હતું કે, પારુલ યૂનિવર્સિટીમાં લોકો નો પ્રેમ જોઈને
ખૂબજ આનંદ થયો છે. આ ફિલ્મ બધાની માટે છે. ફીલ્મ એક સુંદર અને અગત્યનો સંદેશ આપે છે.
અક્ષય યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત ફીલ્મના નિર્માતા પિનલ પટેલ
છે. જયારે નિકુંજ મોદી, મનીષા ઠક્કર, શિવાની
જોશી, શિવાની પટેલ, તરુણ
નિહલાની, ધર્મેશ વ્યાસ, કુરુશ
દેબુ, ઉદય મોદી, પૌરવી જોશી અને શિવમ તિવારી સહિતના
કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મનું નિર્માણ આર.ઝેડ. એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ
કરવામાં આવ્યું છે. ફિલ્મનું સંગીત ખૂબ જ પ્રતિભાશાળી જોડી વીરલ મિસ્ત્રી અને લવન
ગોન દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે.