વડોદરા : લક્ષ્મીજીના ચિત્ર વાળા ફટાકડા વેચતા વેપારીઓને ચેતવણી

Update: 2020-11-11 08:58 GMT

વડોદરાના ડભોઇમાં ફટાકડાના વેપાર કરતા વેપારીઓની હાલાત ખરાબ છે. કોરોનકાળમાં ધંધા બંધ રાખ્યા બાદ હવે દિવાળીમાં ફટાકડાનો વેપાર શરુ થયો પણ ડભોઇ હિન્દૂ મહાસભાએ અનેક ફટાકડાની દુકાનેથી લક્ષ્મીજીના ચિત્રવાળા ફટાકડાઓ જપ્ત કરી હવે આ ચિત્રવાળા ફટાકડા ના વેચવા ચેતવણી આપી છે. નાનામોટા અનેક દુકાનદારો આ રીતના થયેલ કાર્યવાહી થી હતપ્રભ થયા છે.

રાજ્યમાં કોરોના કાળમાં વેપાર ઉદ્યોગને મોટું નુકશાન થયું છે અને હવે અનલોકમાં ધીમે ધીમે વેપાર ધંધા ચાલુ થયા છે પણ અનેક ધંધા રોજગારની હાલત કફોડી છે. દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ફટાકડાના વેપારીઓને આશા છે કે, તેમની સ્થિતિમાં સુધારો થશે ડભોઇમાં ફટાકડાના અનેક સ્ટોલ લાગ્યા છે. પણ ડભોઇ હિન્દૂ મહાસભા દ્વારા શહેરમાં અનેક ફટાકડાના વેપારીઓના સ્ટોલ પર રેડ કરવામાં આવી હતી અને જે ફટાકડા પર હિન્દૂ દેવી દેવતાના ચિત્ર હોઈ તે ફટાકડાઓ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. અને વેપારીઓને આવા ફટાકડાનું વેચાણ ના કરવા ચેતવણી આપી હતી.

એક બાજુ રાજ્ય સરકારની ફટાકડાની ગાઈડ લાઈનને કારણે ધંધા વેપાર પર અસર પડી છે અને તેમાં પણ હિન્દૂ મહાસભા દ્વારા ફટાકડાઓ જપ્ત કરવાથી આ વેપારીઓની હાલત દયનિય થઇ ગઈ છે. હિન્દૂ મહાસભા નું કેહવું છે કે, અમે કોઈ જબરદસ્તી કરી નથી બધા વેપારીઓની મંજુરીથી આવા દેવી દેવતાના ચિત્રો વાળા ફટાકડાઓ જપ્ત કરવામાં આવ્યા છે. તેમના રોજગારને બંધ કરાવવા કે તેમને હેરાન કરવાનો કોઈ ઈરાદો અમારો નથી. પણ આવા ફટાકડાઓથી હિન્દૂ સમાજની લાગણી દુભાઈ છે.

Tags:    

Similar News