વડોદરાઃ પાવર બેન્કમાં માટી ભરીને વેચતા બે શખ્સો SOG પોલીસના હાથે ઝડપાયા

Update: 2018-09-05 10:37 GMT

100થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની બન્ને શખ્સોએ કરી કબુલાત

ઓનલાઈન પાવર બેન્કનું વેચાણ કરી લોકો સાથે છેતરપિંડી કરતા ઉત્તર પ્રદેશના બે શખ્સોને વડોદરા એસઓજી પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. 10 રૂપિયાની કિંમતની પાવરબેન્કના 250 રૂપિયા વસુલ કરતા હતા આ બન્ને ભેડાબાજ. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા એસઓજી પોલીસે પાવર બેકમાં માટી ભરીને વેચતા હોવાનું પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે એસઓજી પોલીસે પાવર બેકનું વેચાણ કરતા સ્થળ પર પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ કરતા માલુમ પડયું હતું કે જાણીતી કંપનીની પાવર બેકમાં માટી ભરી તેનું ઓનલાઈન વેચાણ કરતા હોવાનુ ધ્યાને આવ્યું હતું.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં બન્ને આરોપીઓ મુળ ઉત્તરપ્રદેશના હોવાનું કબુલ્યુ હતું. ઉત્તરપ્રદેશના બન્ને શખ્સો દ્વારા 10 રૂપિયાના પાવર બેકના ઓનલાઈન વેચાણ કરી 250 રૂપિયા લેવામાં આવતા હતાં. ઉત્તરપ્રદેશના બન્ને આરોપી દ્વારા અંદાજે 100 જેટલા વ્યકિતઓ સાથે છેતરપિંડી કરી હોવાનું કબુલ્યુ હતું.

Tags:    

Similar News