વડોદરા: રાજપૂત યુવા એસોસિયેશન દ્વારા ગુજરાતમાં પ્રથમવાર યોજાઇ તલવારબાજી સ્પર્ધા

Update: 2019-05-31 13:12 GMT

ગુજરાતમાં વસતા રાજપૂત અને ક્ષત્રિય સમાજના યુવાન, યુવતીઓ માટે તલવારબાજીની સ્પર્ધા યોજવામાં આવી હતી. રાજપૂત તેમજ ક્ષત્રિય સમાજના અવિભાજ્ય અંગ એવી તલવાર આધુનિક જમાનામાં વિસરાઈ રહી છે. ત્યારે વડોદરા રાજપૂત યુવા એસોસિયેશન દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત તલવારબાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતભરમાંથી 20 ટીમોએ ભાગ લીધો હતો.

રાજપૂત અને ક્ષત્રિય સમાજમાં તલવાર વિશિષ્ટ સ્થાન ધરાવે છે. દરેક જણ પોતાના ઘરમાં તલવાર રાખે છે. ધાર્મિક તેમજ સામાજિક પ્રસંગોપાત તલવારની પુંજા અર્ચના કરવામાં આવે છે. આધુનિકતા અને મોબાઇલ ઇન્ટરનેટના યુગમાં રાજપૂતો અને દરેક ક્ષત્રિય તલવાર ચલાવે તે જરૂરી છે. આધુનિક યુગમાં યુવાનો તેમજ યુવતીઓ ક્ષત્રિયોના મહત્વના હથિયાર તલવારબાજીના પ્રચાર માટે પ્રયત્ન શીલ છે. વસોસરના જીતેન્દ્રસિંહ વાઘેલા તેમજ તેમના પત્ની નિસર્ગકુંવરબા જાડેજા તલવારબાજીની તાલીમ આપી રહયા છે.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="96837,96838,96839,96840,96841,96842,96843,96844,96845,96846,96847,96848,96849,96850,96851"]

ગુજરાતમાં કોઇ પણ જગ્યાએ ક્ષત્રિય યુવાનો યુવતીઓને તલવાર ચલાવતા શીખવે છે. ક્ષત્રિય સમાજના યુવાનો અને યુવતીઓ રસ લઈને તલવારબાજી શીખીને આત્મસાત કરે તે માટે તેમના દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહયા છે. વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડ નગરગૃહ ખાતે યોજાયેલ તલવારબાજી સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના વિવિધશહેરો અને ગામડાઓ માંથી 17 જેટલી ટીમોએ ભાગ લીધો હતો.

200 જેટલા બાળકો, યુવાનો અને યુવતીઓએ પરંપરાગત વસ્ત્રો અને સાફામાં અને હાથમાં ચમકતી તલવાર લઈને તલવારબાજીના વિવિધ સામુહિક અને વૈયતીક કરતબો દર્શાવ્યા હતા. ઉપસ્થિત દર્શકો તલવારબાજીના કરતબો નિહાળીને દંગ રહી ગયા હતા. સફેદ અને પતંપરાગત વસ્ત્રો પહેરીને કેસરી સાફામાં બાળકો યુવાનો અને યુવતીઓએ તલવારબાજીના વિવિધ કરતબો દર્શાવ્યા હતા.

આ તલવારબાજીના કરતબો નિહાળવા માટે મોટી સંખ્યામાં સમાજના લોકો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ વિશેષ ઉપસ્થિત રહયા હતા અને ક્ષત્રિય અને તલવારબાજીના કરતબો નિહાળ્યા હતા.

આ સ્પર્ધામાં પ્રથમ સ્થાને કચ્છની તુંડા તોડા વિરાંગના ગૃપની યુવતીઓ આવી હતી. બીજા ક્રમે ભરૂચની રાજપુતાના રોઅર્સના યુવાનો આવ્યા હતા. જ્યારે ત્રીજા ક્રમે રાજકોટની ભગિની સેવા ફાઉન્ડેશન લેડીઝ કલબની યુવતીઓ આવી હતી.

Similar News