વડોદરા : શેખ બાબુની પોલીસવાળાઓએ કરી હતી હત્યા, કેનાલમાંથી મળ્યાં કંકાલના અવશેષો

Update: 2020-10-20 12:09 GMT

વડોદરાના ચકચારી શેખ બાબુ કસ્ટોડીયલ ડેથ કેસમાં મૃતકનો મૃતદેહ શોધવા ફતેગંજ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કેનાલમાંથી માનવ કંકાલના અવશેષો મળી આવતાં તેને વધુ તપાસ માટે મોકલાયાં છે.

10 ડીસેમ્બર 2019ના રોજ બપોરના સમયે ચોરીના ગુનાની કબૂલાત કરાવવા માટે ફતેગંજ પોલીસ સ્ટેશનના LRD પંકજ સહિત ત્રણ પોલીસ કર્મીઓ શેખ બાબુને ટીપી-13 વિસ્તારમાંથી ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે લઇ ગયા હતા. જ્યાં પોલીસ સ્ટેશનના તત્કાલિન PI, PSI અને 4 LRDએ શેખ બાબુને કોમ્પ્યૂટર રૂમમાં ખુરશી સાથે બાંધી ઢોર માર્યો હતો. જેમાં શેખ બાબુનુ મોત થયું હતું. જેથી પોલીસકર્મીઓએ મૃતદેહને સગેવગે કરી દીધો હતો. આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમ કરી રહી છે. આરોપી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મૃતદેહ વિશે મગનું નામ મરી પાડવા તૈયાર થઇ રહયાં નથી.

ફતેગંજ પોલીસ સ્ટેશન પાસે આવેલી કેનાલમાં વહેલી સવારે પોલીસ, વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ તથા SDRF દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. ફાયર ડિપાર્ટમેન્ટના લાશ્કરો દ્વારા અંડર વોટર સર્ચ કેમેરાની મદદથી શેખ બાબુની લાશની ભાળ મેળવવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન પંચવટી ગેટ નંબર 2 પાસે માનવ કંકાલના અવશેષો મળ્યા હતાં. કંકાલ અવશેષોની જાણ થતાંની સાથે પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર આવી ગયા હતા. પરંતુ, આ કંકાલના અવશેષો શેખ બાબુના છે, કે નહીં તે તપાસનો વિષય છે. ફતેગંજના તત્કાલિન PI ધર્મેન્દ્રસિંહ ગોહિલ, PSI દશરથ રબારી, કોન્સ્ટેબલ પંકજ, યોગેન્દ્રસિંહ, રાજેશ અને હિતેશ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Tags:    

Similar News