વડોદરાના નવા પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો...

વડોદરાના પોલીસ કમિશનર શમશેર સિંઘની બદલી બાદ નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો હતો.

Update: 2023-08-14 10:54 GMT

વડોદરાના પોલીસ કમિશનર શમશેર સિંઘની બદલી બાદ નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો હતો. પોલીસ કર્મચારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતને આવકારવામાં આવ્યા હતા.

વડોદરા પોલીસ કમિશનર તરીકે મુકાયેલ અનુપમસિંહ ગેહલોત વિદેશ પ્રવાસે હોવાથી અત્યાર સુધી વડોદરાના નવા પોલીસ કમિશ્નર તરીકેનો ચાર્જ સંભળ્યો નહોતો. 1997 બેચના IPS અનુપમસિંહ ગેહલોત અગાઉ પણ વડોદરમાં ફરજ બજાવી છે, જેમને વધુ એક વખત વડોદરા રહી પોલીસ કમિશ્નર તરીકે મુકવામાં આવ્યા છે. તો બીજી વાર, વડોદરાના પોલિસ કમિશ્નરનો ચાર્જ સંભાળતા જ અનુપમ સિંહ ગેહલોતે રફતારના રાજાઓ સામે ચીમકી ઉચ્ચારી હતી. ઓવર સ્પીડિંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવી આવા તત્વો પોતાનો અને અન્ય નિર્દોષ લોકોનો પણ જીવ જોખમમાં મુકે છે, તેમજ સાયબર સેલને વધુ સુદ્રઢ બનાવવાની જાહેરાત કરી હતી. અગાઉ પ્રજા સાથે મળી વડોદરા પોલીસે લોકોની સુખાકારી માટે કામગરી કરવામાં ખૂબ સારો સહકાર મળ્યો હતો, અને સૌથી મોટો પડકાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ સારી રાખીએ, રાજ્યભરની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક છે, ત્યારે વડોદરામાં ટ્રાફિકમાં લોકોને સુગમતા રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવશે અને પ્રજાને સલામત રાખવા માટે સાયબર સિક્યુરિટી, સાયબર ક્રિમિનિલ પર અંકુશમાં મુકવા સાયબર સેલને સુદ્રઢ બનાવવામાં આવશે અને મહિલાઓની સુરક્ષા માટે પણ ખાસ પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. વડોદરા અલગ તાસીરવાળું શહેર છે, ત્યારે લોકો પણ સહકાર આપતા રહેશે તેવું વડોદરાના નવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યુ હતું.

Tags:    

Similar News