ખરીદતા પહેલા ચેતજો..! : વડોદરાના હાથિખાના માર્કેટમાંથી ડુપ્લીકેટ મરચાં પાવડરનો જથ્થો જપ્ત કરાયો...

હાથિખાના માર્કેટમાંથી SOG પોલીસ અને મનપાના આરોગ્ય શાખાએ સંયુક્ત દરોડો પાડી મરચા પાવડરનો જથ્થો જપ્ત કરી વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2024-02-16 09:06 GMT

વડોદરા શહેરના હાથિખાના માર્કેટમાંથી SOG પોલીસ અને મનપાના આરોગ્ય શાખાએ સંયુક્ત દરોડો પાડી મરચા પાવડરનો જથ્થો જપ્ત કરી વેપારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યમાં એક બાદ એક ખાવાની ચીજવસ્તુઓમાં ભેળસેળ સામે આવી રહી છે, ત્યારે હવે વડોદરા શહેરના હાથિખાના માર્કેટમાંથી શંકાસ્પદ ડુપ્લીકેટ મરચા પાવડરનો જથ્થો ઝડપાયો છે. SOG પોલીસ અને મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ સંયુક્ત દરોડો પાડી 200 કિલો જેટલા મરચા પાવડરનો જથ્થો જપ્ત કર્યો છે. તો બીજી તરફ, મરચાંના વેપારીએ પણ કબૂલાત આપતા જણાવ્યુ હતું કે, અમદાવાદના માધુપુરામાંથી તેઓ આ મરચા અને ધાણા પાવડર લાવી વેંચાણ કરે છે. જોકે, 120 રૂપિયે કિલો મરચા પાવડર વેચાતા શંકાઓ ઉભી થઇ હતી, ત્યારે SOG પોલીસે બાતમીના આધારે આરોગ્ય શાખાને સાથે રાખી દરોડો પાડ્યો હતો. જેમાં મરચા અને ધાણા પાવડર સહિતનો તમામ મુદ્દમાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tags:    

Similar News