પાવાગઢ : "મહાકાળી માઁ"ના દર્શન પણ થયા મોંઘા , રોપ-વેની ટીકીટમાં પણ ૨૯ રૂપિયાનો વધારો

પાવાગઢ સ્થિત રોપ-વેની ટીકીટમાં અધધધ ૨૯ રૂપિયાના ભાવ વધારાના પગલે હવે "મહાકાળી માઁ"ના દર્શન પણ મોંઘા થયા હોવાનો શ્રધ્ધાળુઓમાં કચવાટ...!!

Update: 2021-07-14 15:21 GMT

પાવાગઢ સ્થિત રોપ-વેની ટીકીટમાં અધધધ ૨૯ રૂપિયાના ભાવ વધારાના પગલે હવે "મહાકાળી માઁ"ના દર્શન પણ મોંઘા થયા હોવાનો શ્રધ્ધાળુઓમાં કચવાટ...!!

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ ઉષા બ્રેકો સંચાલિત રોપ-વે ટિકીટના દરમાં અચાનક ૨૯ રૂપિયા જંગી ભાવ વધારો કરી દેવામાં આવતા હવે ડુંગરની ટોચ ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન મોંઘા થઈ ગયા હોવાના ગણગણાટ શ્રધ્ધાળુઓમાં શરૂ થવા પામ્યો છે.

શક્તિપીઠ એવા ઐતિહાસિક પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે રોપ-વેની સુવિધાઓ માટે જિલ્લા પંચાયત દ્વારા ભૂતકાળમાં જમીન ફાળવવામાં આવી હતી પાવાગઢ સ્થિત આ રોપ-વે સરકારી બાબુઓ અને રાજકીય અગ્રણીઓ માટે મફત સુવિધાઓના આ આર્શીવાદના ઓઠા હેઠળ રોપ-વે ના સંચાલકો દ્વારા ડેવલપમેન્ટના નામે ઉભા કરેલા આ વ્યાપારમાં ઐતિહાસિક તળાવ પણ દબાણમાં ગરકાવ થઈ ગયું છે, અડીને આવેલી જંગલ ખાતાની જમીનમાં પણ દબાણો દેખાઈ રહયા છે અને સૌથી ગંભીર આશ્ચર્ય તો ત્યાં છે કે ભદ્રકાળી મંદિર તરફ જવાનો જે આસાન અને સરળ રસ્તો હતો આ જાહેર રસ્તો પણ રોપ-વે સુવિધાઓના નામે ક્રમશઃ બંધ કરી દેવામાં આવતા ભદ્રકાળી માતાજીના દર્શન માટે જતા શ્રધ્ધાળુઓને ફરજીયાત પગથિયાઓ ચડીને દર્શન માટે જવું પડતું હોવાના આ ગણગણાટના અસંતોષને દૂર કરવામાં વહીવટી તંત્ર અને રાજનેતાઓને બિલકુલ ફુરસદ નથી એમા અચાનક પાવાગઢ સ્થિત રોપ-વેની ટીકીટના દર જે ૧૪૦ રૂપિયા હતા એમા ૨૯ રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવતા "મહાકાળી માઁ"ના દર્શનાર્થે આવતા આંતરરાજયોના લાખ્ખો શ્રધ્ધાળુઓમા નિરાશાઓ પ્રસરી જવા પામી છે.

Tags:    

Similar News