વડોદરા જિલ્લાના 17 ટકા વિસ્તારમાં વાવણી થઇ ચૂકી, ડાંગર સહિતના પાકનું સફળ વાવેતર...

વડોદરા જિલ્લાના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થવાના કારણે કૃષિક્ષેત્રમાં હાલમાં વાવણી કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે.

Update: 2022-06-25 06:16 GMT

વડોદરા જિલ્લાના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થવાના કારણે કૃષિક્ષેત્રમાં હાલમાં વાવણી કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે. કુલ વાવેતર વિસ્તારના ૧૭ ટકા જેટલા ક્ષેત્રમાં વાવણી થઇ ચૂકી છે. હજુ પણ વાવણી કાર્ય ચાલી રહ્યું છે. સારો વરસાદ થવાની રાહ જોતા ખેડૂતો જમીનમાં વાવણિયા ચલાવી રહ્યા છે.

વડોદરા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ આંકડાઓને ધ્યાને રાખતા કુલ વાવેતર વિસ્તાર ૨૪૫૯૭૮ સામે અત્યાર સુધીમાં ૪૨૬૨૭ હેક્ટર જમીનમાં વાવણી થઇ ચૂકી છે. તાલુકા પ્રમાણે જોઇએ તો કરજણમાં સૌથી વધારે ૨૯૧૦૨, ડભોઇમાં ૭૫૮૮, ડેસરમાં ૧૧૦, પાદરામાં ૨૦૦૮, સાવલીમાં ૩૯૬, શિનોરમાં ૫૮૧, વડોદરા તાલુકામાં ૨૫૪૪ અને વાઘોડિયા તાલુકામાં ૨૯૮ હેક્ટર જમીનમાં ખરીફ પાકની વાવણી થઇ છે. ડાંગરની ૬૧, તુવેરની ૨૪૦૭, સોયાબીનની ૫૪૦, કપાસની ૩૬૩૨૫, ગુવારની ૧૧, શાકભાજીની ૧૪૬૯ અને ઘાસચારાની ૧૪૧૮ હેક્ટર જમીનમાં વાવણી થઇ ગઇ છે.

Tags:    

Similar News