વડોદરા : પાદરામાં માતા અને 2 પુત્રના સામૂહિક મોત મામલે પતિ સહિત 6 સાસરિયાઓની ધરપકડ...

37 વર્ષીય પરિણીતા રશ્મિકા વાઘેલાએ 2 પુત્રો 12 વર્ષીય દક્ષ અને 10 વર્ષીય રુદ્ર, સાથે તળાવમાં સામૂહિક પડતું મુક્યું હતું.

Update: 2023-09-16 13:31 GMT

વડોદરાના પાદરાના મોટા અંબાજી તળાવમાં માતાએ 2 પુત્રો સાથે પડતું મૂકી સામૂહિક આપઘાત કરી લેવાના મામલે પાદરા પોલીસે જમાઈ સહિત સાસરિયાઓની અમાનુષી અત્યાચાર ગુજારવા બદલ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, વડોદરાના પાદરાના લતીપુરા ગામે વણકર વાસમાં રહેતી 37 વર્ષીય પરિણીતા રશ્મિકા વાઘેલા, 2 પુત્રો 12 વર્ષીય દક્ષ અને 10 વર્ષીય રુદ્ર, આ ત્રણેએ ગત શુક્રવારે સાંજના સમયે પાદરાના મોટા અંબાજી મંદિર ખાતે આવેલ તળાવમાં સામૂહિક પડતું મુક્યું હતું. લતીપુરા ગામમાં પરણાવેલી દીકરીના પતિની મકાનની માગ ન સ્વીકારતાં જમાઈ સહિત સાસરિયાએ અમાનુષી અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધું હતું.

આખરે દીકરીથી ત્રાસ સહન ન થતાં ગઈકાલે બપોરે પોતાના 2 માસૂમ સંતાનો સાથે પાદરાના અંબાજી તળાવમાં પડતૂં મૂકી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે આપઘાત કરનાર દીકરીના પતિ સહિત સાસરિયા સામે મૃતકના પિતા મગન વણકરે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, મગન વણકર ઓટોરિક્ષા ચલાવે છે. અને તેમની મોટી દીકરી રશ્મિકાના લગ્ન વર્ષ-2011માં લતીપુરા ગામના રતિલાલ વાઘેલા સાથે થયા હતા. જોકે, પાદાર પોલીસે ફરિયાદના આધારે લતીપુરા ગામમાં રહેતા પરિણીતાના પતિ રતિલાલ વાઘેલા, સસરા ધુળાભાઇ વાઘેલા, સાસુ રેવાબેન વાઘેલા, જેઠ વિનોદ વાઘેલા, જેઠાણી ધર્મિષ્ઠાબેન વાઘેલા અને નણંદ મીનાબેન પરમારની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News