વડોદરા: સાવલીના મંજુસર ગામે બંધ ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, પોલીસે 55 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો

Update: 2021-11-14 14:36 GMT

સાવલી તાલુકાના મંજુસર ગામે આવેલ પ્રાઈમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બંધ ગોડાઉનમાંથી ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થો કુલ બોટલ નંગ 43512 ની કિંમત રૂપિયા 55.96.800 નો મુદ્દામાલ કબજે કરીને ભાદરવા પોલીસે બે મહિલા મળી કુલ ચાર સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

સાવલી તાલુકામાં અને ખાસ કરીને ભાદરવા પોલીસ મથકની હદમાં વિદેશી દારૂનું કટિંગ થવું થતો હોવાની માહિતીના આધારે ભાદરવા પી.એસ.આઇ બી એન ગોહિલે પોતાના બાતમીદારો ના આધારે મંજુસર ખાતે દરોડો પાડ્યો હતો મંજુસર પ્રાઈમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ના પ્લોટ નંબર A-3/1 માં ૧૩ ચુનંદા પોલીસ જવાનોની ટીમ બનાવીને દરોડો પાડ્યો હતો જેમાં આશ્ચર્યજનક રીતે ગોડાઉનના ઓફિસમાં બનાવેલ ભોંયરામાંથી અધધ કહી શકાય તેવો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને આ દરોડા દરમિયાન કુલ બોટલો ગણવામાં અને તેની કિંમત નક્કી કરવામાં 24 કલાકથી વધુ સમય લાગ્યો હતો ભાદરવા પોલીસે આ પ્રકરણમાં 1 વર્ષાબેન લાલાભાઇ રમેશભાઈ માળી રહે સોખડા તા જી વડોદરા 2 વર્ષાબેન ના નંદોઈ જેના પુરા નામની ખબર નથી તે 3 સુનિલ રામાભાઇ માળી રહે સોખડા તાલુકો જીલ્લો વડોદરા 4 મુકેશભાઈ પ્રભુભાઈ કચ્છી રહે સોખડા તા જી વડોદરા ની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પંથક વાસીઓ માં થતી ચર્ચા મુજબ આ જગ્યાએ ઘણા ટાઈમથી વિદેશી દારૂનું કટિંગ થતું હતું અને આ જગ્યાએ બે ઈસમની હત્યા થઇ હોવાની પણ ચર્ચા થતી હોવાનું જાણવા મળી રહ્યું છે અને મહિલા આરોપી વર્ષાબેન ના પતિ લાલાભાઇ નું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયા હોવાની ચર્ચાએ જોર પકડયું છે અને જે સમયે હત્યા થઈ તે વેળાએ દારૂનો જથ્થો આ ગોડાઉનમાં ઉતાર્યો હતો તેને સગેવગે કરવાનું કામ મૃતકની પત્ની વર્ષાબેને ઉઠાવી હોવાની ચર્ચાએ જોર પકડયું છે જ્યારે સાવલી તાલુકામાં પ્રથમ વાર આટલા મોટા દારૂના જથ્થા માં મહિલા આરોપી તરીકે નું નામ આવતા ભારે ચકચાર મચી જવા પામી છે જ્યારે આટલા વિપુલ માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તાલુકાના અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે ભાદરવા પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

Tags:    

Similar News