વડોદરા : મોલમાં કપડાંની ટ્રાયલ લેતી મહિલાઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો, વાંચો શું કર્યું નરાધમ યુવકે..!

માંજલપુર વિસ્તારના ડી માર્ટ મોલના ટ્રાયલ રૂમમાં કપડાં બદલતી મહિલાનો વિડીયો બનાવનાર યુવકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2022-04-13 12:30 GMT

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના ડી માર્ટ મોલના ટ્રાયલ રૂમમાં કપડાં બદલતી મહિલાનો વિડીયો બનાવનાર યુવકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરમાં મોલમાં કપડાંની ટ્રાયલ લેતી મહિલાઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ડી માર્ટ મોલના ટ્રાયલ રૂમમાં કપડાં બદલતી મહિલાનો એક યુવકે વિડિયો ઉતારી લીધો હતો. જોકે, આ યુવકની કરતૂતની ગંધ આવી જતા મહિલાએ સિક્યુરિટીને જાણ કરી હતી. ત્યારબાદ સિક્યુરિટીએ યુવકને પકડી તેનો મોબાઇલ ચેક કરતા તેમાથી મહિલાનો કપડાં બદલતો વિડિયો મળી આવ્યો હતો. સમગ્ર મામલે મહિલાએ પોલીસને જાણ કરતા માંજલપુર પોલીસે આરોપીની અટકાયત કરી હતી, ત્યારે હાલ તો પોલીસે આરોપી રણજીત પરમારનો મોબાઇલ ફોન જપ્ત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News