વડોદરા : ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાએ પ્રચંડ જીતના આસાવાદ સાથે કોંગ્રેસ પર આકરા પ્રહાર…

વિધાનસભા ચૂંટણીમાં વડોદરા શહેર તથા જિલ્લાની તમામ 10 બેઠક ઉપર પ્રચંડ જીતનો આસાવાદ વ્યક્ત કર્યો હતો.

Update: 2022-11-24 13:12 GMT

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાએ આજે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ પક્ષ ઉપર આકરા પ્રહાર સાથે વિધાનસભા ચૂંટણીમાં વડોદરા શહેર તથા જિલ્લાની તમામ 10 બેઠક ઉપર પ્રચંડ જીતનો આસાવાદ વ્યક્ત કર્યો હતો.

વડોદરા ખાતે પત્રકાર પરિષદમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા આ વખતે નવા રેકોર્ડ સર્જી ફરી એક વખત ભાજપની સરકાર બનાવશે. નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બનાવવામાં ગુજરાતની જનતાનો સિંહફાળો છે. લોકતંત્રમાં વિપક્ષ મજબૂત હોવો જરૂરી છે. પરંતુ કોંગ્રેસના સોનિયા પ્રિયંકા અને રાહુલ ગાંધીમાં ઉદાસીનતા નજરે ચડે છે. ખરેખર પીએમ એટલે પસીનો અને મહેનત છે.

આ ઉપરાંત સર્જીકલ સ્ટ્રાઈક તથા પીઓકે નિવેદન મુદ્દે સેના ઉપર સવાલ ઉઠાવનાર રાહુલ ગાંધી અને તેમના મિત્રો ભારત તોડો યાત્રામાં સામેલ થવા ક્વોલિફાઇડ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કોઈ ટુરીઝમ નથી. પરંતુ ગુજરાતની સત્ય ગાથા સાથે એકતાનું કેંન્દ્ર છે. તેનો પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. ભવ્ય રામ મંદિરનું નિર્માણ થતાં ભાજપ શાસનમાં વિકાસ અને સંસ્કૃતિ આગળ વધી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા શહેર જિલ્લાની જનતાને વધુ મતદાન કરવા અપીલ છે.

Tags:    

Similar News