વડોદરા: પાવાગઢ મંદિરના ટ્રસ્ટી સામે દુષ્કર્મના આક્ષેપ, ટ્રસ્ટી પદેથી દૂર કરવા ભાવિકોની માંગ

Update: 2021-09-21 15:44 GMT

સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાલી માતાજીના દર્શનાર્થે દરવર્ષે લાખ્ખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, આ મહાકાલી માતાજીના ટ્રસ્ટમાં સામેલ ટ્રસ્ટી અને સેક્રેટરી રાજુ ભટ્ટ સામે વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક કાયદાનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ બળાત્કારના આરોપની ફરીયાદ નોંધાવતા પાવાગઢ તિર્થ ક્ષેત્રમાં ભયંકર આઘાતનો ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે અને રાજુ ભટ્ટને તાત્કાલિક ટ્રસ્ટીપદેથી હકાલપટ્ટી કરવામાં આવે એવી લાખ્ખો શ્રદ્ધાળુઓ સમેત શક્તિપીઠ પાવાગઢના રહીશોની પણ ગંભીર લાગણીઓ છે.

શક્તિપીઠમાં જેની ગણના થાય છે એવા ઐતિહાસિક સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢના ડુંગર ઉપર બિરાજમાન મહાકાલી માતાજીના દર્શનાર્થે ગુજરાત સમેત આંતરરાજય માંથી દરવર્ષે લાખ્ખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, આ પાવાગઢ સ્થિત મહાકાલી મંદિર ટ્રસ્ટના ભા.જ.પ.સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ટ્રસ્ટી અને સેક્રેટરી રાજુ ભટ્ટ અને તેઓના મિત્ર એવા સી.એ.અશોક જૈન સામે વડોદરામાં અભ્યાસ કરવા માટે આવેલ એક વિદ્યાર્થીનીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં શારીરિક અત્યાચાર સાથે મરજી વિરુધ્ધ બળાત્કાર ગુજારીને આ અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હોવાની ફરીયાદ આપતા તિર્થધામ પાવાગઢ સમેત લાખ્ખો શ્રદ્ધાળુઓમાં ટ્રસ્ટી અને સેક્રેટરી રાજુ ભટ્ટના લંપટલીલાના કરતુકોથી ભારે આઘાતનો ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે અને મહાકાલી માતાજીના આ ધામમાંથી રાજુ ભટ્ટનો ટ્રસ્ટીપદેથી તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરવામાં આવે એવી શ્રદ્ધાળુઓની લાગણીઓ બુલંદ બની છે.!!

Tags:    

Similar News