વડોદરા : કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરના હસ્તે આર્થિક સહાયનું વિતરણ...

Update: 2022-05-30 13:06 GMT

દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ રૂ. 1.70 કરોડની આર્થિક સહાય અર્પણ કરી હતી, ત્યારે આ કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડો. એસ જયશંકર પણ વડોદરાથી વર્ચ્યુઅલી સહભાગી બન્યા હતા.

કોરોના કાળમાં માતા-પિતા ગુમાવનાર પ્રત્યેક બાળકને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતેથી રૂ. 10 લાખની આર્થિક સહાય સહિતના લાભો અર્પણ કર્યાં હતા, ત્યારે આ કાર્યક્રમની સાથે વડોદરામાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પણ વર્ચ્યુઅલી સહભાગી થઈ કુલ 17 બાળકોને આર્થિક સહાય અર્પણ કરી હતી. આ ઉપરાંત દરેક બાળકને કેન્દ્રની સ્પોન્સરશીપ યોજના અંતર્ગત માસિક 4 હજાર તથા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાના 4 હજાર અને રાજ્ય સરકારની પાલક માતા-પિતા યોજના અંતર્ગત 3 હજાર માસિક સહાય મંજૂર કરવામાં આવી છે.

તેમજ ધોરણ 1થી 12 સુધી અભ્યાસ કરતા બાળકોને તેમના બેંક ખાતામાં રૂ. 20 હજાર શિષ્યવૃતિ આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત દરેક બાળકને કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કેર્સ યોજનામાં પોસ્ટ એકાઉન્ટમાં બાળક 23 વર્ષની ઉંમરે થતા દરેક બાળકને રૂ. 10 લાખની સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત દરેક બાળકના પોસ્ટ ખાતામાં કેન્દ્ર સરકાર દ્વારા TBTથી રકમ જમા કરવામાં આવી છે.

દરેક બાળકોની કીટમાં બાળકની પોસ્ટ ઓફીસની પાસબુક, પ્રધાનમંત્રીનો બાળકો માટેનો પત્ર, બાળકોના આયુષમાન કાર્ડ, પી.એમ.કેર્સનું પ્રમાણપત્ર, સ્નેહ પત્ર આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન બાળકોને પ્રોત્સાહન આપવા દેશના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, સાંસદ રંજન ભટ્ટ, ધારાસભ્ય જીતુ સુખડીયા, સીમા મોહિલે, યોગેશ પટેલ, શૈલેષ મહેતા અને અક્ષય પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News