વડોદરા : ખાસવાડી વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાતા લોકોએ રાહત અનુભવી હતી.

Update: 2024-04-03 08:36 GMT

વડોદરા શહેરના ખાસવાડી વિસ્તારમાં આવેલ સ્મશાન નજીક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, આગ લાગતાં આસપાસના લોકોમાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ વડોદરા પાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી,

જ્યાં ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી સમગ્ર આગ ઉપર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. જોકે, ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાતા લોકોએ રાહત અનુભવી હતી. તો બીજી તરફ, ભંગારના ગોડાઉનમાં લાગેલી આગનું કારણ અકબંધ રહ્યું છે. સમગ્ર આગના બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી.

Tags:    

Similar News