વડોદરા : વલણ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાય, જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો...

વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિશુલ્ક સર્વ રોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે. જેનો

Update: 2023-05-21 08:24 GMT

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ માર્ગ પર આવેલ વલણ હોસ્પિટલ ખાતે ટંકારીયા ગામના વતની અને હાલ યુકે સ્થિત એક સખીદાતા તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક નેત્રરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કરજણ તાલુકાના વલણ માર્ગ પર આવેલ વલણ હોસ્પિટલ ખાતે ટંકારીયા ગામના વતની અને હાલ યુકે સ્થિત એક સખીદાતા તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત નિશુલ્ક નેત્રરોગ નિદાનમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાત તબીબ ડૉ. રાજેશ પટેલ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાય હતી.

તેમજ 100 જેટલા જરૂરિયાતવાળા મોતિયાના દર્દીઓને ફેકો પદ્ધતિથી નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે, એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિશુલ્ક સર્વ રોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે. જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે. આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં 200 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. જેથી કહી શકાય કે, પાલેજ-વલણ માર્ગ પર આવેલ વલણ હોસ્પિટલ પાલેજ, વલણ સહિત આસપાસના ગામોના જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે.

Tags:    

Similar News