વડોદરા : નિઝામપુરામાંથી રૂ. 7.22 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા

વડોદરા શહેરના યુવાનોને બરબાદ કરતો મેફેડ્રોન, એમફેન્ટ ફાઈન અને મેન્થામાઈન ડ્રગ્સનો જથ્થો એસ.ઓ.જી. પોલીસે નિઝામપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.

Update: 2022-04-23 16:40 GMT

વડોદરા શહેરના યુવાનોને બરબાદ કરતો મેફેડ્રોન, એમફેન્ટ ફાઈન અને મેન્થામાઈન ડ્રગ્સનો જથ્થો એસ.ઓ.જી. પોલીસે નિઝામપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. નિઝામપુરા વિસ્તારમાં કેટલાક સમયથી હિમાંશુ પ્રજાપતિ શહેર બહારથી પોતાના સેવન માટે એમડી ડ્રગ્સ લાવતો હતો.

જોકે, પોતાની જરૂરિયાતના પ્રમાણે લાવતો ડ્રગ્સ એટલી હદે વધી ગયો કે, હિમાંશુ પ્રજાપતિને ફાઇનાન્સિયલ તકલીફો પડવા લાગી હતી. આખરે તેણે આ જ ડ્રગ્સનું વેચાણ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે આજનો યુવાધન અનેક વ્યસનોના રવાડે ચઢતું હોય છે, ત્યારે યુવાધનને બરબાદ કરતું એમડી ડ્રગ્સ વેચાણ કરતા વ્યક્તિને એસઓજી પોલીસે દબોચી લીધો હતો. એસ.ઓ.જી. પોલીસે નિઝામપુરા વિસ્તારમાં આવેલ અરવિંદ સોસાયટીમાં રહેતો હિમાંશુ પ્રજાપતિ નામનો વ્યક્તિ એમડી ડ્રગ્સનું સેવન તેમજ વેચાણ કરે છે, તેવી બાતમી મળી હતી. જેને લઇને એસ.ઓ.જી. પોલીસે હિમાંશુ પ્રજાપતિના ઘરે રેડ કરતા મોટી મત્રામાં એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. સાથે જ એસ.ઓ.જી. પોલીસે હિમાંશુ પ્રજાપતિનો મિત્ર નાગર પ્રજાપતિ તેમજ 72.65 કી.ગ્રા. એમડી ડ્રગ્સ જેની કિંમત 7,22,700 રૂપિયા સહિતના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે હિમાંશુ પ્રજાપતિની વધુ પૂછપરછ કરતા એમડી ડ્રગ્સ હાલોલમાં રહેતા મોહમ્મદ યુસુફ મકરાણી પાસેથી છેલ્લા એક વર્ષથી લાવતો હોવાનું જણાવ્યુ હતું, ત્યારે પોલીસે વોન્ટેડ આરોપી મહંમદ યુસુફ મકરાણીની પણ શોધખોળ આરંભી છે.


Tags:    

Similar News