વડોદરા : પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પદે હિતેશ પટણી અને ઉપાધ્યક્ષ પદે ડો. હેમાંગ જોશીની નિયુક્તિ...

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાય હતી.

Update: 2022-01-25 09:17 GMT

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાય હતી. જેમાં હિતેશ પટણીની અધ્યક્ષ તરીકે અને હેમાંગ જોશીની ઉપાધ્યક્ષ પદે સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. જોકે, સમિતિના બન્ને હોદ્દાઓ ઉપર નિયુક્તિ થતા લાબા સમયથી ચાલતી ચર્ચાનો અંત આવ્યો હતો.

વડોદરા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ મુદ્દે અટકળો પૂરજોશમાં હતી. તે દરમ્યાન શિક્ષણ સમિતિની વડી કચેરી મધ્યવર્તી શાળા ખાતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી માટે નવા વર્ષની પ્રથમ બેઠક મળી હતી. મેયર કેયુર રોકડીયાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં હિતેશ પટણીની અધ્યક્ષ તરીકે અને ડો. હેમાંગ જોશીની ઉપાધ્યક્ષ પદે નિયુક્તિ કરવામાં આવી હતી. ચેરમેન હિતેશ પટણીએ જણાવ્યું હતું કે, હાલ વડોદરા શહેરમાં સમિતિની અંગ્રેજી માધ્યમની 3 શાળા કાર્યરત છે, ત્યારે આગામી સમયમાં વધુ અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત સમિતિની સ્કૂલોમાં અભ્યાસ કરવા માટે આવતા ગરીબ બાળકોને સારું શિક્ષણ મળે તેવા પણ પ્રયાસો કરવામાં આવશે તેવું ચેરમેન હિતેશ પટણીએ જણાવ્યું હતું.

Tags:    

Similar News