વડોદરા: નામાંકિત બેંકર હાર્ટ હોસ્પિટલ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા, મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરાયું

વડોદરાની નામાંકિત બેંકર હાર્ટ હોસ્પિટલ પર આયકર વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે

Update: 2022-06-08 04:32 GMT

વડોદરાની નામાંકિત બેંકર હાર્ટ હોસ્પિટલ પર આયકર વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. અમદાવાદ બાદ હવે વડોદરામાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મળતી વિગતો અનુસાર વડોદરા અને સુરતમાં એકાદ ડઝન સ્થળોએ આયકર વિભાગની ટીમ ત્રાટકી છે. તો સાથે જ વડોદરાનાં નામાંકિત તબીબ ડો.દર્શન બેંકરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

વડોદરામાં આ ગ્રુપની 5 અલગ અલગ હોસ્પિટલ આવેલી છે તો કાપડ નગરી સુરતમાં પણ બેંકર ગ્રુપ હોસ્પિટલ ધરાવે છે. અલકાપુરીમાં રહેતા ડો.દર્શન બેંકરના નિવાસસ્થાન પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે તો દર્શન બેન્કર સાથે જોડાયેલ અન્ય સ્થળોએ પણ સર્ચ ચાલી રહ્યું છે. ઇન્કમટેક્સ વિભાગની તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે

Tags:    

Similar News