વડોદરા: નંદેસરી GIDCમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર લીક થતા દોડધામ

વડોદરાની નંદેસરી ઔદ્યોગિક વસાહત ખાતે હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર લીકેજ થતા ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

Update: 2024-04-03 06:51 GMT

વડોદરાની નંદેસરી ઔદ્યોગિક વસાહત ખાતે હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર લીકેજ થતા ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

વડોદરાની નંદેશરી વસાહતમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર અચાનક લીકેજ થયું હતું. ટેન્કર લીકેજ થતા ટેન્કરની અંદર ભરેલ 100 ટકા જ્વલન્સીલ એસિડ રસ્તા ઉપર ઢોળાતું નજરે પડતા ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. ટેન્કર લીકેજ થતાંની સાથે જ ટેન્કર ચાલક ટેન્કર છોડી જરૂરી દસ્તાવેજો સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ નંદેસરી ફાયર બ્રિગેડ તેમજ પોલીસને કરાતા તેઓ દોડી આવ્યા હતા અને રસ્તા ઉપર ઢોળાયેલ હાઇડ્રોક્લોરિક એસિડ ઉપર માટી તેમજ નાખી એસિડને ઠંડો કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ટેન્કરમાં ભરેલુ એસિડ એટલું હતું કે રસ્તા ઉપર ધુમાડાના ગોટેગોટા નજરે ચડ્યા હતા અને રાહદારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. હાલ નંદેશરી પોલીસે ફરાર ટેન્કર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Tags:    

Similar News