વડોદરા:એકતાનગરમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા મુદ્દે ટોળાનો પથ્થરમારો, 3 ઇજાગ્રસ્ત

બાપોદ વિસ્તારમાં ઘટનાને પગલે ACP, DCP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો

Update: 2024-03-14 07:42 GMT

વડોદરામાં ફરી એકવાર જુથ અથડામણ

હનુમાન ચાલીસા બાબતે બે જુથ આમને સામે

ટોળાં દ્વારા કરવામાં આવ્યો પથ્થરમારો

3 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા

પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો

વડોદરાના એકતાનગરમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં પથ્થરમારો થતાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. પોલીસે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કંટ્રોલ કરી હતી. વડોદરાના એકતાનગરમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી.

જેમાં પથ્થરમારો થતાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. પોલીસે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કંટ્રોલ કરી હતી. બે ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોમ્બિગં શરૂ કરી દેવાયું છે. તો સ્થાનિક અને સંગઠનના લોકો બાપોદ પોલીસ મથક પહોંચ્યા હતા.બાપોદ વિસ્તારમાં ઘટનાને પગલે ACP, DCP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો

Tags:    

Similar News