વડોદરા : મ્યુનિ. કમિશ્નર તરીકે દિલીપ રાણા અને ડે. મ્યુનિ. કમિશનર તરીકે અર્પિત સાગરે પદભાર સંભાળ્યો...

શહેરના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે દિલીપ રાણા તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે અર્પિત સાગરે આજથી પોતાનો પડભર સંભાળ્યો છે

Update: 2023-04-05 12:19 GMT

વડોદરા શહેરના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે દિલીપ રાણા તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે અર્પિત સાગરે આજથી પોતાનો પડભર સંભાળ્યો છે, ત્યારે આવનાર દિવસોમાં શહેરમાં પડકાર બનેલ પ્રાથમિક સુવિધા, આવકના સ્ત્રોત, નાણાંના વેડફાટ ઉપર સૌને સાથે રાખીને કામ કરવાની વાત પર ભાર મુકવામાં આવશે તેવી તૈયારી દર્શાવવામાં આવી છે.

રાજ્યમાં 109 IAS અધિકારીઓની બદલીના હુકમ થયા છે. જેમાં કચ્છ-ભૂજના ક્લેકટર દિલીપ રાણાની વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક થઈ છે. સોમવારે સવારે બંછાનીધી પાનીએ મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ છોડી દીધો હતો, ત્યારે આજરોજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે દિલીપ રાણાએ પદભાર સંભાળ્યો છે. તો વડોદરાના ડેપ્યુટી કમિશનર તરીકે અર્પિત સાગરની નિમણૂક થયા બાદ આજે તેમણે પોતાનો પદભાર સંભાળ્યો હતો. નવા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા માટે લોકોની પ્રાથમિક સુવિધા સમાન પડકારોની વાત કરીએ. તો, લાલિયાવાડી વચ્ચે વર્ષો જૂની પાણી ડ્રેનેજની લાઈનોના કારણે વારંવારની સમસ્યા, નજર અંદાજ સમાન વડોદરામાં જરૂરિયાત સામે ઓછા ફાયર સ્ટેશન, તેમાં ઓછું મહેકમ અને ઓછા વાહનોની સંખ્યા ભવિષ્યમાં મોટી હોનારત થાય તો વિકટ પરિસ્થિતિ ઉદભવે તેમ છે. તો બીજી તરફ, વલસાડ અને નવસારીના ડીડીઓ તરીકે ફરજ બજાવી ચૂકેલા અર્પિત સાગરનો મહાનગરપાલિકાનો પ્રથમ અનુભવ છે. ઉપરાંત વર્તમાન સમયમાં જે પ્રશ્નો ઊભા થયા છે તેને કેવી રીતે દૂર કરવા અને સૌને સાથે મળીને કામ કરવા પર ભાર મુકાશે તેમ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું. જોકે, વડોદરા શહેરમાં રાજકીય દબાણના પગલે કમિશનરો જાજો ટાઈમ ટકતા નથી તેવું પણ લોકમુખે ચર્ચાય રહ્યું છે.

Tags:    

Similar News