વડોદરા : પોલીસે રિવોલવર અને 6 જીવતા કારતૂસ સાથે યુવકને ઝડપી પાડ્યો,તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

વડુ ગામ પાસેથી જિલ્લા SOGએ રિવોલર અને 6 જીવતા કારતૂસ સાથે ડબકા ગામના ગામના યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2023-12-21 07:28 GMT

વડોદરાના પાદરા તાલુકાના વડુ ગામ પાસેથી જિલ્લા SOGએ રિવોલર અને 6 જીવતા કારતૂસ સાથે ડબકા ગામના ગામના યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લા એસ.ઓ.જી.ની ટીમ પાદરા તાલુકાના વડુ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પાદરા તાલુકાના ડબકા ગામના લક્ષ્મીનારાયણ ફળિયામાં રહેતા નિમેષ ચંદુભાઇ પરમારને દેશી બનાવટની રિવોલવર, 6 જીવતા કારતૂસ સહિત રૂપિયા 30,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાદરા તાલુકાના ડબકા ગામમાં લક્ષ્મીનારાયણ ફળીયામાં રહેતા નિમેષ ચંદુ પરમાર પાસે રિવોલવર અને જીવતા કારતૂસ છે. જે માહિતીના આધારે એસ.ઓ.જી.એ તેના ઘરમાં રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસને રૂપિયા 25 હજારની કિંમતની દેશી બનાવટની એક રિવોલવર, રૂપિયા 600ની કિંમતના 6 જીવતા કારતુસ, એક મોબાઇલ ફોન, ઘડિયાળ વગેરે મળી કુલ રૂપિયા 30,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં નિમેષ પરમાર હાઉસ સ્કીપિંગનું કામ કરે છે. એક વર્ષ પહેલાં વડોદરામાં એક બંગલામાં હાઉસ સ્કીપિંગનું કામ કરતો હતો. તે દરમિયાન મકાનમાંથી રિવોલવર અને જીવતા કારતૂસની ચોરી કરી હોવાનું અનુમાન છે. પોલીસે જે મકાનમાંથી નિમેષ પરમારે રિવોલવર અને કારતૂસની ચોરી કરી છે તે દીશામાં તપાસ શરૂ કરી છે.

Tags:    

Similar News