વડોદરા : સંસ્કારી નગરીની દિવાલો પર કુસંસ્કારનું પ્રદર્શન કરતું લખાણ, લોકોને શર્મસાર થવાનો વારો આવ્યો...

સંસ્કારી નગરી વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં યુવકોએ કુસંસ્કારનું પ્રદર્શન કરે તેવું લખાણ દિવાલો પર લખ્યું છે.

Update: 2022-07-05 11:32 GMT

સંસ્કારી નગરી વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં યુવકોએ કુસંસ્કારનું પ્રદર્શન કરે તેવું લખાણ દિવાલો પર લખ્યું છે. જેના કારણે રસ્તા પરથી પસાર થતા લોકો શર્મસાર થઇ રહ્યા છે. અને બાળકો જ્યારે માતા પિતાને દિવાલના લખાણ અંગે પૂછે તો તેઓ મુંઝવણમાં મુકાય છે, ત્યારે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરાના લોકો શહેરનું સંસ્કારી નગરીનું બિરૂદ જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ છે. પરંતુ કેટલાક અટકચાળો કરનારા તત્વોએ સંસ્કારી નગરી પર લાંછન લાગે તેવું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં જૈન મંદિરથી સ્વિમીંગ પુલ તરફ જવાના રસ્તાની બાજુની દિવાલ પર કુસંસ્કારોનું પ્રદર્શન કરતું લખાણ લખવામાં આવ્યું છે. જોકે, દિવાલો પર હિન્દીના શબ્દોનું અંગ્રેજી લખાણ, અંગ્રેજી અપશબ્દો તથા બિભત્સ ચિત્રો દોરવામાં આવ્યા છે. જેના કારણે અહિંથી રોજબરોજ પસાર થતા લોકો શર્મ અનુભવી રહ્યા છે. અહિંયાથી પસાર થતા લોકો વાંચતા જાય છે, અને હસતા જાય છે. વડીલોએ શર્મસાર થવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે, ત્યારે સ્થાનિકોના મતે આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ ઉઠવા પામી છે.

Tags:    

Similar News