વડોદરા : નિવૃત્ત એન્જિનીયર દ્વારા મધર ટેરેસા પર અનોખો ફિલાટેલિક સંગ્રહ, તમે પણ જુઓ..!

નિવૃત્ત એન્જિનીયરે અનોખું મધર ટેરેસાના વિવિધ સ્ટેમ્પ્સ, સિક્કાઓ, ફર્સ્ટ ડે કવર, મિનિએચર શીટ્સ, ફુલ શીટ્સ સહિતની 513 જેટલી ફીલાટેલિક ચીજ વસ્તુઓનો અનોખો સંગ્રહ કર્યો છે.

Update: 2023-05-12 09:44 GMT

વડોદરા શહેરના નિવૃત્ત એન્જિનીયરે અનોખું મધર ટેરેસાના વિવિધ સ્ટેમ્પ્સ, સિક્કાઓ, ફર્સ્ટ ડે કવર, મિનિએચર શીટ્સ, ફુલ શીટ્સ સહિતની 513 જેટલી ફીલાટેલિક ચીજ વસ્તુઓનો અનોખો સંગ્રહ કર્યો છે. આ સિવાય મધર ટેરેસાની જન્મતિથિ, પુણ્યતિથિ, તેમને મળેલાં નોબેલ પ્રાઈઝની તિથિવાળી 10 રૂપિયાની નોટોનો પણ નિવૃત્ત એન્જિનીયરે સંગ્રહ કર્યો છે.

આપણે જોઈએ છે તેમ ઘણા લોકોને અલગ અલગ વસ્તુઓ સંગ્રહ કરવાનો શોખ હોય છે. જેમાં ચલણી સિક્કા અને નોટો, ફોટોગ્રાફસ, એન્ટીક ચીજ વસ્તુઓ, રમકડાઓ વગેરેનું કલેક્શન લોકો કરતા હોય છે, ત્યારે વડોદરા શહેરના 62 વર્ષીય નિવૃત્ત એન્જિનીયર હરબંધુ મિત્તલે અનોખું કલેક્શન કર્યું છે. તેઓએ મધર ટેરેસા પર વિવિધ સ્ટેમ્પ્સ, સિક્કાઓ, ફર્સ્ટ-ડે કવર, મિનિએચર શીટ્સ, ફુલ શીટ્સ સહિતની 513 જેટલી ફીલાટેલિક ચીજ વસ્તુઓનો અનોખો સંગ્રહ કર્યો છે. આ સિવાય મધર ટેરેસાની જન્મ તિથિ, પુણ્ય તિથિ, તેમને મળેલાં નોબેલ પ્રાઈઝની તિથિ વાળી 10 રૂપિયાની નોટોનો પણ સંગ્રહ છે. બીજા ઘણા લોકોએ મધર ટેરેસા ઉપર સંગ્રહ કર્યો હશે, પરંતુ હરબંધુ મિત્તલ ભારતમાં એકમાત્ર એવા સંગ્રાહક છે, જેઓ મધર ટેરેસા પર આટલું વિશાળ ફિલાટેલિક સંગ્રહ ધરાવે છે, જે માટે તેમનું તાજેતરમાં જ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. હરબંધુ મિત્તલ અને તેમનો પરિવાર છેલ્લા 30 વર્ષથી વડોદરામાં સ્થાયી છે. વર્ષ 1975માં એક ફિલાટેલિક એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી, અને ત્યારથી એમને ફિલાટેલિક ચીજ વસ્તુઓ સંગ્રહ કરવાનો શોખ જાગ્યો. ભણતર અને નોકરીના કારણે, ત્યારે વધુ કલેક્શન કરી ન શક્યા, પરંતુ વર્ષ 1995થી લઇને અત્યાર સુધી તેઓએ મધર ટેરેસા પર અનેક ફિલાટેલિક ચીજ વસ્તુઓ એકત્રિત કરી છે. તેઓએ જણાવ્યુ હતું કે, ગાંધીજી બાદ વિશ્વમાં મધર ટેરેસા બીજી એવી પર્સનાલિટી છે, જેમના પર વિશ્વમાં સૌથી વધુ સ્ટેમ્પ્સ બહાર પાડવામાં આવ્યા છે. જેથી હરબંધુ મિત્તલે પ્રેરાઇને મધર ટેરેસા પર ફિલાટેલિક કલેક્શન કરવાનું શરુ કર્યું હતું.

Tags:    

Similar News