વલસાડ : ઉમરગામના દરિયા કિનારે તણાઈ આવ્યું મિસાઇલ જેવું યંત્ર, કોસ્ટગાર્ડ સહિત પોલીસ વિભાગ થયું દોડતું

Update: 2020-06-23 11:05 GMT

વલસાડ જિલ્લાના ઉમરગામ દરિયા કિનારે સાઉન્ડ નેવિગેશન અને રેજિગ ડિવાઇસ મળી આવતા ગ્રામજનોમાં કુતુહલ સર્જાયું હતું, ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા આ ડિવાઇસને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, ઉમરગામ નજીક દરિયા કિનારે મિસાઇલ જેવું એક યંત્ર તણાઈ આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો, ત્યારે ગ્રામજનો દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ કરતા આ ઉપકરણ સાઉન્ડ નેવિગેશન અને રેજિગ ડિવાઇસ હોવાનું જાણવા મળ્યું હતું.

ઉમરગામ દરિયા કિનારે મળી આવેલ ડિવાઇસનો ઉપયોગ મુખ્યત્વે દરિયાના તરંગોને સમજવા માટે કરવામાં આવે છે. આ ઉપકરણ મળતા પોલીસ દ્વારા તમામ એજન્સીઓ સહિત કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી હતી, ત્યારે હાલ ઉમરગામ પોલીસ દ્વારા જાણવાજોગ ફરિયાદના તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

Tags:    

Similar News