વસલાડઃ વિદ્યાર્થીઓથી ભરેલી સ્કુલ બસમાં ભીષણ આગ, તમામનો બચાવ

Update: 2018-09-26 10:18 GMT

સ્કુલ બસમાં આગ લાગતાં વિદ્યાર્થીઓને સલામત રીતે ઉતારી દેવાયા, બસ સંપૂર્ણ બળીને ખાક

વસલાડ ધરમપુર રોડ પર બોદલાઈ ગામ નજીક વિદ્યાર્થીઓથી ભરેલી સ્કુલ બસમાં અચાનક આગ લાગી હતી. આગના બનાવની જાણ ડ્રાઈવર અને કડંકટરને થતા વિદ્યાર્થીઓને સલામત સ્થળે ઉતારી લેતાં તેમનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિક ફાયર ફાઈટરોને ઘટનાની જાણ કરતા ફાયટરોએ ઘટના સ્થળ પર પહોંચી જઈ સ્કુલ બસ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી અને સ્કૂલ બસ ભસ્મીભૂત થઈ ગઈ હતી.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="66769,66770,66771,66772,66773,66774"]

વલસાડ ધરમપુર રોડ પર વિદ્યાર્થીઓ ભરેલી સ્કુલ બસ પસાર થઈ રહી હતી. તે સમયગાળા દરમિયાન સ્કૂલ બસમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાની બસના ડ્રાઈવર અને કંડકટરને થતાં બસમાં સવાર વિદ્યાર્થીઓને સલામત સ્થળે ઉતારી દેતાં તેમનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાના પગલે સ્થાનિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર ફાયટરોએ સ્થળ પર ધસી જઈ ધરમપુર વલસાડ રોડને બંધ કરી સ્કૂલ બસમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોતજોતામાં બસ બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. ઘટનાને પગલે આસપાસમાં રહેતા લોકો ભસ્મીભૂત થયેલ બસને જોવા માટે ઉમટી પડયા હતાં.

Similar News