વલસાડ : સરકાર 2 લાખ રૂપિયા આપશે તેવી વાત થઇ વહેતી, જુઓ પછી શું થયું

Update: 2020-01-07 17:05 GMT

સરકાર બેટી

બચાવો, બેટી પઢાઓ યોજના હેઠળ બે લાખ રૂપિયાની સહાય આપતી હોવાની વાત વહેતી થતાં

વલસાડમાં આવેલી પોસ્ટઓફિસમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. 

વલસાડની

પોસ્ટ ઓફિસમાં કતારમાં ઉભેલા લોકો તેમની દીકરીના ઉજજવળ ભવિષ્ય માટે 2 લાખ રૂપિયા

મેળવવા માટે આવ્યાં છે. જિલ્લામાં  ઘણા સમયથી સરકારની બેટી બચાવો, બેટી પઢાઓ

યોજના હેઠળ 2 લાખ રૂપિયાની સહાય મળતી હોવાના ફોર્મ ફરતાં થયાં છે. સરકારની આવી કોઇ યોજના

ન હોવા છતાં લોકો પોસ્ટઓફિસમાં ફોર્મ રજીસ્ટર એડી કરવા માટે આવી રહયાં છે.

આધારકાર્ડ, પાનકાર્ડ, બેંકનો ખાતા નંબર સહિતની વિગતો ભરીને ફોર્મ દિલ્હી ખાતે આવેલાં મહિલા તેમજ

બાળ વિકાસ મંત્રાલય ખાતે મોકલવામાં આવી રહયાં છે. એક ફોર્મ ભરવા પાછળ લોકો 500 રૂપિયા

જેટલો ખર્ચ કરી રહયાં છે. આવી કોઇ યોજના નહિ હોવાનું લોકોને જે તે ગામના સરપંચો

સમજાવી રહયાં છે પણ ગુજરાતીમાં કહેવત છે ને કે, વા વાયોને નળિયુ ખસ્યું અને મે દીઠો

ચોર.. ને અનુસરતાં હોય તેમ લોકો ફોર્મ ભરી રહયાં છે. કોઇ ભેજાબાજે વોટસએપ પર ફોર્મ

ફરતું કર્યું હતું અને લોકો તેની ઝેરોક્ષ કોપીનો ઉપયોગ કરે છે. લોકો તેમનો ડેટા

આપી રહયાં છે ત્યારે ભવિષ્યમાં તેનો દુર ઉપયોગ થાય તેવી શકયતાઓ પણ નકારી શકાય તેમ

નથી.

Tags:    

Similar News