સાબરકાંઠા : હિંમતનગરના રૂપાલ કંપા ગામે ગ્લુ સ્ટિક બનાવતી કંપનીમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

આગની ઘટના એટલી વિકરાળ હતી કે, આગ સમગ્ર ફેક્ટરીમાં પ્રસરી ગઇ હતી,

Update: 2024-03-23 06:45 GMT

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રૂપાલ કંપા ગામ નજીક આવેલ ગ્લુ સ્ટિક બનાવતી ખાનગી કંપનીમાં આગ લાગી હતી.

જોતજોતામાં આગ વિકરાળ બની હતી, જેને લઈ એક બાદ એક 3 ફાયર ટીમો ઘટના સ્થળે દોડી પહોંચી હતી.

આગને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમોએ રાતભર ભારે જહેમત ઉઠાવ્યા બાદ વહેલી સવારે સંપૂર્ણ રીતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગની ઘટના એટલી વિકરાળ હતી કે, આગ સમગ્ર ફેક્ટરીમાં પ્રસરી ગઇ હતી, અને નજીકમાં આવેલા પેટ્રોલ પંપને લઈને પણ સ્થાનિકોમાં ચિંતા વધી હતી.

Tags:    

Similar News