અમેરિકાથી ભારત આવી રહેલા એર ઈન્ડિયાના વિમાનનું સ્વીડનમાં ઈમરજન્સી લેન્ડિંગ, 300 મુસાફરો હતા સવાર..!

લગભગ 300 મુસાફરો સાથે એર ઈન્ડિયા નેવાર્કથી દિલ્હી ફ્લાઇટમાં તકનીકી ખામી સર્જાતા સ્વીડનના સ્ટોકહોમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

Update: 2023-02-22 05:12 GMT

લગભગ 300 મુસાફરો સાથે એર ઈન્ડિયા નેવાર્કથી દિલ્હી ફ્લાઇટ (AI106) માં તકનીકી ખામી સર્જાતા સ્વીડનના સ્ટોકહોમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માહિતી મળ્યા બાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ માહિતી આપી છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ 300 મુસાફરોને લઈને બુધવારે યુએસના નેવાર્કથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. જ્યારે પ્લેન થોડીવાર માટે આકાશમાં ઉડ્યું હતું, ત્યારે અચાનક તેના એક એન્જિનમાંથી તેલ લીક થવા લાગ્યું. આ પછી, વિમાને સ્વીડનના સ્ટોકહોમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. લેન્ડિંગ પહેલા જ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મુસાફરોમાં પણ ભયનો માહોલ છવાયો હતો.

Tags:    

Similar News