યુકેમાં કોરોના ફરી ખતરો વધ્યો; જાન્યુઆરી પછી પહેલી વાર આવ્યા 50 હજારથી વધુ કેસ

બ્રિટનમાં ફરી એકવાર કોરોના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોના વાયરસના રેકોર્ડ 51,870 નવા કેસ નોંધાયા છે, જ્યારે 49 લોકોનાં મોત પણ થયા છે.

Update: 2021-07-17 04:14 GMT

બ્રિટનમાં ફરી એકવાર કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. જાન્યુઆરી પછી પહેલીવાર એક જ દિવસમાં અહીં કોરોના વાયરસના સંક્રમણના 50 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાને કારણે 49 લોકોનાં મોત પણ થયા છે. કેટલાક પ્રતિબંધોને બાદ કરતાં બ્રિટનમાં લોકડાઉનનાં નિયમો સોમવારથી સમાપ્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ચેપના કેસમાં વધારો ચિંતાનો વિષય બની શકે છે.

યુ.કે. સરકારના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં અહીં કોરોના વાયરસના રેકોર્ડ 51,870 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષે 15 જાન્યુઆરીથી સૌથી મોટી સંખ્યા છે. બ્રિટનમાં 8 જાન્યુઆરીએ અત્યાર સુધીમાં 68,053 કેસ કોરોના જોવા મળ્યા હતા.

આરોગ્ય સચિવ સાજીદ જાવેદે પહેલેથી જ ચેતવણી આપી દીધી છે કે 19 જુલાઇ સુધીમાં અહીં કોરોનાના દૈનિક કેસોની સંખ્યા 50,000 સુધી પહોંચી શકે છે. ત્યારે તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં આ સંખ્યા દરરોજ એક લાખને પણ પાર કરી શકે છે.

કેસોમાં વધારો થવા છતાં, બ્રિટિશ સરકાર હજી પણ 19 જુલાઇએ ઇંગ્લેન્ડમાં તમામ પ્રતિબંધો હટાવવાની તૈયારી કરી રહી છે. જો કે, ઘણા વૈજ્ઞાનિકો કહે છે કે સરકારનું આ પગલું જોખમી હશે. ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વિટ્ટીએ ચેતવણી આપી છે કે કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી શકે છે.

Tags:    

Similar News