ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ જિઆંગ ઝેમીનનું 96 વર્ષની વયે અવસાન, લાંબા સમયથી બીમાર હતા

ચીનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિઆંગ ઝેમીનનું બુધવારે 96 વર્ષની વયે અવસાન થયું. આજે બપોરે સ્થાનિક સમય મુજબ બપોરે 12:13 વાગ્યે શાંઘાઈમાં તેમનું અવસાન થયું,

Update: 2022-11-30 12:11 GMT

ચીનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિઆંગ ઝેમીનનું બુધવારે 96 વર્ષની વયે અવસાન થયું. આજે બપોરે સ્થાનિક સમય મુજબ બપોરે 12:13 વાગ્યે શાંઘાઈમાં તેમનું અવસાન થયું, મળતી માહિતી પ્રમાણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિયાંગ ઝેમીન લ્યુકેમિયા રોગથી પીડિત હતા અને તેમના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

પૂર્વ રાષ્ટ્રપતિ જિઆંગ ઝેમિને તેમના વતન શાંઘાઈમાં અંતિમ શ્વાસ લીધા, સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી, સંસદ, કેબિનેટ અને સેનાએ ચીનના લોકોને પત્ર લખીને તેમના મૃત્યુની જાણકારી આપી છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોમરેડ જિઆંગ ઝેમીનનું અવસાન અમારી પાર્ટી અને અમારી સેના અને તમામ વંશીય જૂથોના લોકો માટે અપુરતી ખોટ છે.આ પત્રમાં પણ જિયાંગ ઝેમીનને એક ઉત્કૃષ્ટ નેતા, એક મહાન માર્ક્સવાદી, રાજનીતિજ્ઞ, લશ્કરી વ્યૂહરચનાકાર અને રાજદ્વારી તરીકે વર્ણવવામાં આવ્યા છે.

1989માં લોકશાહી તરફી વિરોધીઓ પર લોહિયાળ કાર્યવાહી બાદ જિયાંગને ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના વડા બનાવવામાં આવ્યા હતા. જિયાંગ ઝેમીન લગભગ એક દાયકા સુધી ચીનના રાષ્ટ્રપતિ હતા. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લીધા હતા. જેની ચીન પર ઘણી અસર થઈ હતી. જિયાંગ ઝેમીનનો જન્મ 17 ઓગસ્ટ 1926ના રોજ થયો હતો. તેમણે 30 નવેમ્બરના રોજ 96 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

Tags:    

Similar News