બ્રિટનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવું ફરજિયા,નવા વેરિયન્ટના કારણે પી.એમ.બોરિસ જોનસને લીધો નિર્ણય

બ્રિટનમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના બે કેસો નોંધાતા વડાપ્રધાન બોરિસ જોનસને માસ્ક અને આઈસોલેશન પરત ફરવા આદેશ કર્યો છે.

Update: 2021-11-28 09:09 GMT

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના અગ્રણી વૈજ્ઞાનિક ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને કોવિડ-19ના નવા વેરિયન્ટને લઈને કહ્યું છે કે ભારતમાં કોરોનાના યોગ્ય વ્હવહારને સમજવા માટે આ એક વેક અપ કોલ હોઈ શકે છે. એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં સ્વામીનાથને દરેક શક્ય સાવધાની રાખવા અને માસ્ક પહેરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. બીજી તરફ બ્રિટનમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના બે કેસો નોંધાતા વડાપ્રધાન બોરિસ જોનસને માસ્ક અને આઈસોલેશન પરત ફરવા આદેશ કર્યો છે. આ અંતર્ગત દુકાનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવાનું ફરીથી ફરજિયાત કરવામાં આવશે. આ સિવાય સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનાર વ્યક્તિએ 10 દિવસ સુધી સેલ્ફ-આઈસોલેટ રહેવું પડશે.

બ્રિટનમાં બે લોકોના સેમ્પલમાં કોરોનાના દક્ષિણ આફ્રિકી વેરિયન્ટ ઓમિક્રોન મળી આવતા ડરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કોરોનાના વધતા મામલા વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ફરી પ્રતિબંધો લાગુ કરી દીધા છે. શનિવારે જોનસને કહ્યું 'સરકાર ફેસ માસ્ક પહેરવાના નિયમને ફરી કડક અમલવારી કરાવવા જઈ રહી છે. હવે લોકોને પબ્લિક ટ્રાંસપોર્ટ અને દુકાનોમાં ફરી માસ્ક પહેરવા પડશે.' જોનસને દેશમાં બહારથી આવતા લોકોને કોવિડ સાથે જોડાયેલા એન્ટ્રી નિયમને પણ કડક બનાવવાની જાહેરાત કરી છે. હવે વિદેશથી UK આવતા દરેક યાત્રિકોના RT-PCR ટેસ્ટ કરાવવામાં આવશે. આ ટેસ્ટ તેઓએ દેશમાં એન્ટ્રીના બીજો દિવસ પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈ પણ કાળે કરાવવો પડશે. આવા યાત્રિકોનો રિપોર્ટ જ્યાં સુધી નેગેટિવ ના આવે ત્યાં સુધી તેઓએ કોરોન્ટાઈન રહેવું પડશે.

Tags:    

Similar News