NASA-ISROના સેટેલાઇટને ભારત મોકલતા પહેલા અમેરિકામાં ઉજવણી, વૈજ્ઞાનિકોએ પાઠવ્યું અભિનંદન

NASA-ISRO દ્વારા બનાવવામાં આવી રહેલા સંયુક્ત ઉપગ્રહ NISAR નું નિર્માણ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.

Update: 2023-02-04 04:06 GMT

NASA-ISRO દ્વારા બનાવવામાં આવી રહેલા સંયુક્ત ઉપગ્રહ NISAR નું નિર્માણ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. કહેવાનો મતલબ એ છે કે તેને ભારત જવા માટે હવે થોડા જ દિવસો બાકી છે. વૈજ્ઞાનિકો આ ઉપગ્રહને સફળતાપૂર્વક ભારત મોકલવાની તૈયારી કરી રહ્યા છે. એટલું જ નહીં, વૈજ્ઞાનિકોએ શુક્રવારે કેલિફોર્નિયામાં આ માટે વિદાય સમારંભનું પણ આયોજન કર્યું હતું અને એકબીજાને શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા. આ સમારોહમાં ISROના અધ્યક્ષ એસ સોમનાથ, JPLના ડિરેક્ટર લૌરી લેશિન, નાસા હેડક્વાર્ટરના અનેક પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે અમે આઠ વર્ષ પહેલા આ મિશનમાં જોડાયા હતા. પરંતુ હવે અમે NISAR માટે કલ્પના કરાયેલ પ્રચંડ વૈજ્ઞાનિક સંભાવનાને પરિપૂર્ણ કરવા માટે એક પગલું નજીક છીએ. આ મિશન વિજ્ઞાનના સાધન તરીકે રડારની સંભવિતતાનું શક્તિશાળી પ્રદર્શન હશે અને અમને પૃથ્વીની ગતિશીલ જમીન અને બરફની સપાટીનો પહેલા કરતાં વધુ વિગતવાર અભ્યાસ કરવામાં મદદ કરશે. NISAR મિશન પૃથ્વીની બદલાતી ઇકોસિસ્ટમ્સ, ગતિશીલ સ્તરો અને બરફના જથ્થાને બાયોમાસ, કુદરતી જોખમો, દરિયાની સપાટીમાં વધારો અને ભૂગર્ભજળ વિશેની માહિતી મેળવવા માટે માપશે અને તકનીકી સહાય પૂરી પાડશે.

Tags:    

Similar News