પાકિસ્તાનના પી.એમ.ઇમરાન ખાનની ખુરશી મુસીબતમાં, પાર્ટીના 15 સહયોગી છોડી શકે છે સાથે

પાકિસ્તાનમાં કુલ 342 સીટો છે. જેથી બહુમતી મેળવવા માટે 172 સીટોની જરૂર છે. ઈમરાન ખાન પાસે હાલમાં 179 સીટો છે.

Update: 2022-03-18 06:33 GMT

પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને કારણે વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી ખતરામાં જોવા મળી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઈમરાન ખાનના સહયોગીઓએ હવે વિપક્ષ સાથે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે. જો ઈમરાન ખાનના સાથી પક્ષો પક્ષ બદલે છે, તો ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફને સત્તામાંથી હાંકી કાઢવાનુ નક્કી છે.

પાકિસ્તાનમાં કુલ 342 સીટો છે. જેથી બહુમતી મેળવવા માટે 172 સીટોની જરૂર છે. ઈમરાન ખાન પાસે હાલમાં 179 સીટો છે. પરંતુ ઈમરાન ખાનના 15 સહયોગી તેમનો પક્ષ છોડી શકે છે. આવી સ્થિતિમાં જો વિપક્ષ ઈમરાનનો સાથ છોડી દે તો પાકિસ્તાનમાં ફરી એકવાર સત્તા પરિવર્તન થવાનું નક્કી છે. પાકિસ્તાનમાં હાલ રાજકીય ઉથલપાથલ વધી રહી છે. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા PM ઈમરાન ખાન પર સંકટના વાદળો છવાયેલા દેખાઈ રહ્યા છે. ગયા અઠવાડિયે પાકિસ્તાની સંસદમાં સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. વડાપ્રધાન ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવા માટે તેમની જ રાજકીય પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના ઘણા સાંસદોએ વિપક્ષ સાથે હાથ મિલાવ્યા છે.

Tags:    

Similar News