સાઉદી અરેબિયાએ એક જ દિવસમાં 81 લોકોને આપી ફાંસી

સાઉદી અરેબિયાએ શનિવારે એક જ દિવસમાં આતંકવાદના આરોપો સાથે સંબંધિત ગુનામાં 81 લોકોને ફાંસી આપી હતી.

Update: 2022-03-13 07:23 GMT

સાઉદી અરેબિયાએ શનિવારે એક જ દિવસમાં આતંકવાદના આરોપો સાથે સંબંધિત ગુનામાં 81 લોકોને ફાંસી આપી હતી. આ આંકડો છેલ્લા એક વર્ષમાં મૃત્યુદંડની સજા પામેલા ગુનેગારોની કુલ સંખ્યાની બરાબર છે. સાઉદી પ્રેસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ તમામને તમામ જઘન્ય અપરાધો માટે દોષી ઠેરવવામાં આવ્યા છે. આમાંના ઘણા દોષિતો ઇસ્લામિક સ્ટેટ જૂથ, અલ-કાયદા અથવા હુથી બળવાખોર સંગઠનો અથવા અન્ય આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે.

એજન્સીએ કહ્યું છે કે જે લોકોને ફાંસી આપવામાં આવી છે તેઓ સાઉદી અરેબિયામાં હુમલાની યોજના બનાવી રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં નાગરિકોની હત્યા અને સુરક્ષા દળો પર હુમલાનું કાવતરું સામેલ હતા. આ દોષિતો સરકારી કર્મચારીઓ અને મહત્વપૂર્ણ આર્થિક સંસ્થાઓને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા.

Tags:    

Similar News