અમેરિકાના વ્હાઈટ હાઉસમાં ઇતિહાસનું સૌથી મોટું દિવાળી રિસેપ્શન

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં સોમવારે અત્યાર સુધીના સૌથી મોટા દિવાળી રિસેપ્શનનું ભવ્ય આયોજન થયું.

Update: 2022-10-25 07:05 GMT

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં સોમવારે અત્યાર સુધીના સૌથી મોટા દિવાળી રિસેપ્શનનું ભવ્ય આયોજન થયું. તેમાં જો બાઈડેન પ્રશાસનના અનેક ભારતીય-અમેરિકન સામેલ થયા. આ અવસરે વ્હાઈટ હાઉસમાં જો બાઈડેન કહ્યું કે, 'અમે તમારી મેજબાની કરીને સન્માનિત મહેસૂસ કરી રહ્યા છીએ. વ્હાઈટ હાઉસમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું દિવાળી રિસેપ્શન છે.અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન વધુમાં કહ્યું કે, દિવાળીના અવસરે હું દુનિયાભરના 100 કરોડથી વધુ હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ ધર્મના લોકોને શુભકામનાઓ પાઠવું છું. હાલ અમેરિકાની સરકારી અલગ અલગ સંસ્કૃતિ થી ઘેરાયેલી છે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આ પદે પહોંચનારા પહેલા અશ્વેત મહિલા છે. આ દરમિયાન ઝિલ બાઈડેન એશિયન અમેરિકન સમુદાયના લોકોની પ્રશંસા કરતા કહ્યું કે સમુદાયના લોકોએ અમેરિકા આગળ વધારવામાં પોતાનું યોગદાન આપ્યું છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું કે વ્હાઈટ હાઉસ સામાન્ય લોકોનું ઘર છે. અમેરિકાના ફર્સ્ટ લેડી ઝિલ બાઈડેન આ ઘરનું વાતાવરણ એવું બનાવ્યું છે કે અમેરિકાના કોઈ પણ નાગરિક પોતાની સંસ્કૃતિ અને તહેવાર અહીં ઉજવી શકે છે

Tags:    

Similar News