અંકલેશ્વર જીઆઇડીસી ખાતે સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં લોન ટેનિસ અને સ્કેટીંગ સ્પર્ધા યોજાઈ

Update: 2017-04-19 12:43 GMT

અંકલેશ્વર જીઆઇડીસી ડી એ આંદનપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે AIDS દ્વારા લોન ટેનીસ તેમજ સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા તારીખ 14 થી 17મી એપ્રિલ દરમિયાન ત્રીજી AIDS ટ્રોફી લોન ટેનિસ તેમજ દ્વિતીય ઇન્ટર હાઉસ નોન સ્ટોપ સ્કેટીંગ સ્પર્ધામાં ભરૂચ ડિસ્ટ્રીકટ ઓપન લોન ટેનિસ સ્પર્ધામાં જીલ્લા માંથી અલગ અલગ વય મર્યાદામાં 60 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અન્ડર -12 વર્ષની વય મર્યાદામાં ભાઈઓમાં મેઘ પટેલ વિજેતા બન્યા હતા,જ્યારે દર્શન પરમાર રનર્સઅપ રહ્યા હતા, આ ઉપરાંત બહેનોમાં નિયતિ ખુંટ વિનર અને અન્વેષા રનર્સઅપ રહી હતી.

અન્ડર 14ની ભાઈઓની સ્પર્ધામાં વિરાજ પટેલ વિજેતા અને પ્રણય કેશરુવાલા રનર્સઅપ બન્યા હતા. તો બહેનોની હરીફાઈમાં વિશાખા ઐયર વિનર અને અનેરી શર્મા રનર્સઅપ રહી હતી. વયમર્યાદા 16 વર્ષની લોન ટેનિસ સ્પર્ધામાં ભાઈઓમાં વિશેષ શર્મા વિજેતા અને વત્સલ હડીયા રનર્સઅપ બન્યા હતા. આ ઉપરાંત મેન્સ ઓપન સ્પર્ધામાં અથન કેવડિયા વિનર અને ચિરાગ ચોક્સી રનર્સઅપ રહયા હતા.

લોન ટેનિસની સાથે સાથે સ્કેટિંગ નોન સ્ટોપ સ્પર્ધામાં જીઆઇડીસી એસ્ટેટના 50 જેટલા બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લઈને સ્પર્ધાને સફળ બનાવી હતી.

આ પ્રસંગે વિજેતા સ્પર્ધકોને ટ્રોફી તેમજ પ્રમાણપત્રો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Tags:    

Similar News