અંકલેશ્વરનાં ગડખોલ પાસે સામુહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરતા મંત્રી ઈશ્વરસિંહ પટેલ

Update: 2018-02-24 10:13 GMT

અંકલેશ્વર તાલુકાનાં ગડખોલ ગામ વિસ્તારમાં 3 કરોડ 32 લાખનાં ખર્ચે નિર્માણ પામનાર સામુહિક આરોગ્ય કેન્દ્રનું સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં વરદ હસ્તે ભુમી પૂજન વિધિ યોજાઈ હતી.

રાજ્યનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા અંકલેશ્વરનાં ગડખોલ ગામ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રનાં નિર્માણ માટે 3 કરોડ 32 લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.

આ 30 બેડ, અને 6 ઓપીડી, સોનોગ્રાફી તેમજ પોસ્ટ મોર્ટમ રૂમ સહિતની સુવિધા સભર સામુહિક આરોગ્ય કેન્દ્રનું રાજ્યનાં સહકાર અને વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનાં વરદ હસ્તે ભૂમિ પૂંજન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે અંકલેશ્વરનાં પ્રાંત અધિકારી રમેશ ભગોરા ,તાલુકા પંચાયતનાં પ્રમુખ ભરત પટેલ, ગડખોલ ગામનાં સરપંચ રોહન પટેલ, જિલ્લા આરોગ્ય વિભાગનાં અધિકારીઓ ,સહિત ગ્રામજનો અને ભાજપનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Tags:    

Similar News